શેર બજારમાં છઠ્ઠા દિવસે પણ બંપર તેજી, રોકાણકારો 5 દિવસમાં 8 લાખ કરોડ કમાયા
શેરબજારમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 333.35 પોઈન્ટના વધારા સાથે 66,598.91 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 92.90 પોઈન્ટના વધારા સાથે 19,819.95 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બજારમાં સતત તેજીના કારણે શેરબજારના રોકાણકારોએ બમ્પર કમાણી કરી હતી.
વાસ્તવમાં, જ્યારે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.12 લાખ કરોડ હતું. આ પછી, સોમવારથી શુક્રવાર સુધીના 5 દિવસમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 3.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ રીતે રોકાણકારોએ 8 લાખ કરોડથી વધુની કમાણી કરી છે.













Click it and Unblock the Notifications
