For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં કડાકો, મુકેશ અંબાણીની સંપત્તીમાં 31,246 કરોડનો કડાકો, રિલયન્સનો શેર 4.42% તુટ્યો

ભારતીય સ્ટોક માર્કેટમાં આજે લાંબાગાળા બાદ મોટો કડાકો બોલી બોલી ગયો છે. સેન્સેક્સ 1170.12 પોઈન્ટ અને નિફ્ટી 348.25 પોઈન્ટનો ઘકટડો નોંધાયો છે. આના પગલે ટોચના ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટોક માર્કેટમાં આજે લાંબાગાળા બાદ મોટો કડાકો બોલી બોલી ગયો છે. સેન્સેક્સ 1170.12 પોઈન્ટ અને નિફ્ટી 348.25 પોઈન્ટનો ઘકટડો નોંધાયો છે. આના પગલે ટોચના ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે 4.42% તૂટતાં મુકેશ અંબાણીની નેટવર્થમાં રૂ. 31,246 કરોડનું ધોવાણ થયું છે. બીજી તરફ અદાણી ગ્રૂપને આ ઘટાડાની બહુ ખાસ અસર થઈ નથી અને ગૌતમ અદાણીની વેલ્થ માત્ર રૂ. 2,670 કરોડ ઘટી હતી.

ટોચના ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કરોડોનું ધોવાણ

ટોચના ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કરોડોનું ધોવાણ

સ્ટોક માર્કેટમાં ધોવાણ થવાની સાથે જ ટોચના 5 ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અંદાજે રૂ. 35,218 કરોડનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સિવાય ઝાયડસ કેડિલાના પંકજ પટેલની વેલ્થ રૂ. 528 કરોડ તેમજ ટોરેન્ટ ગુપના સુધીર મહેતાની નેટવર્થ રૂ. 387 અને સમીર મહેતાની સંપત્તિ રૂ. 387 કરોડ જેટલી ઘટી છે.

રિલાયન્સનો શેર 4.42% તૂટયો

રિલાયન્સનો શેર 4.42% તૂટયો

આજે સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 109.35 અથવા 4.42% ઘટીને રૂ. 2,363.40 પર બંધ આવ્યો હતો. આજના દિવસે કંપનીની માર્કેટ કેપ રૂ. 14.99 લાખ કરોડ પર આવી હતી. એક સપ્તાહ પર નજર કરીએ તો રિલાયન્સનો શેર 15 નવેમ્બરથી આજ સુધીમાં રૂ. 215.15 તૂટયો છે.

ભારતના વોરેન બફેટ ગણાતા ઝુનઝુનવાલાની સંપત્તિ રૂ.1071 કરોડ ઘટી

ભારતના વોરેન બફેટ ગણાતા ઝુનઝુનવાલાની સંપત્તિ રૂ.1071 કરોડ ઘટી

દેશભરના ઈન્વેસ્ટર્સ જેના રોકાણ પર નજર રાખતા હોય છે તેવા રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. ઝુનઝુનવાલાની નેટવર્થ આજે અંદાજે રૂ. 1071 કરોડ જેટલી ઘટી છે. ફોર્બ્સની યાદી મુજબ ઝુનઝુનવાલાની નેટવર્થ અત્યારે રૂ. 43,876 કરોડ છે.

સપ્તાહના પહેલા દિવસે જ શેરબજારમાં કડાકો

સપ્તાહના પહેલા દિવસે જ શેરબજારમાં કડાકો

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1170 અંક ઘટીને 58465 પર બંધ રહ્યો હતો. જ્યાર નિફ્ટી 348 અંક ઘટીને 17416 પર બંધ રહ્યો હતો. વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (Paytm)નો શેર 13.03 ટકા ઘટી 1360 પર બંધ રહ્યો હતો. એટલે કે શેર વધુ 204 રૂપિયા ઘટીને બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે શેર પ્રથમ દિવસે 27 ટકા તૂટીને 1564 રૂપિયા પર બંધ રહ્યો હતો.

English summary
Stock market crash, Mukesh Ambani's assets crash at Rs 31,246 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X