સ્ટોક માર્કેટઃ સેન્સેક્સ ખુલતા જ 100 પોઈન્ટના વધારા સાથે મજબૂત શરૂઆત
ભારતીય શેર બજારની ગુરુવારે ખૂબ મજબૂત શરૂઆત થઈ. આજે સેંસેક્સ લગભગ 100 પોઈન્ટ ઉપર ખુલ્યો.
ભારતીય શેર બજારની ગુરુવારે ખૂબ મજબૂત શરૂઆત થઈ. આજે સેંસેક્સ લગભગ 100 પોઈન્ટ ઉપર ખુલ્યો. વળી, નિફ્ટી પણ લગભગ 24 પોઈન્ટ ઉપર ખુલ્યો. આજે ખુલતી વખતે સેંસેક્સનું સ્તર 36408 પોઈન્ટ અને નિફ્ટીનું સ્તર 10914 પોઈન્ટ રહ્યુ. શેર બજારને આજે રૂપિયાની મજબૂતીનો સહારો મળ્યો. આજે રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 71.15 રૂપિયાના સ્તર પર ખુલ્યો.

સવારના ટૉપ ગેઈનર
- M&M ના શેર આજે લગભગ 9 રૂપિયાની મજબૂતી સાથે 734.75 રૂપિયાના સ્તર પર ખુલ્યો.
- Tata Motors ના શેર આજે લગભગ 2 રૂપિયાની મજબૂતી સાથે 187.00 રૂપિયાના સ્તરે ખુલ્યો.
- HDFC ના શેર આજે લગભગ 18 રૂપિયાની મજબૂતી સાથે 1,992.75 રૂપિયાના સ્તરે ખુલ્યા.
- Power Grid Corp ના શેર લગભગ 2 રૂપિયાની મજબૂતી સાથે 193.85 ના સ્તર પર ખુલ્યા.
- TCS ના શેર લગભગ 17 રૂપિયાની મજબૂતી સાથે 1,887.55 રૂપિયાના સ્તરે ખુલ્યા.
રૂપિયાની મજબૂત શરૂઆત
Forex Market : વિદેશી મુદ્રા ડૉલરના મુકાબલે રૂપિયો ગુરુવારે 9 પૈસાની મજબૂતી સાથે 71.15 રૂપિયાના સ્તર પર ખુલ્યો. આ પહેલા બુધવારે રૂપિયો 20 પૈસા તૂટીને બંધ થયો હતો. જાણકારોના મંતવ્ય મુજબ કાચા તેલના ભાવમાં આવેલા વધારાને પગલે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યુ છે. આના કારણે સરકાર તેલ આયાત પર વધુ વિદેશી મુદ્રા ખર્ચ કરવી પડી રહી છે. આના કારણે ડૉલરના મુકાબલે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યુ છે. જાણકારો અનુસાર રૂપિયો 70.34 થી લઈને 71.37ની સીમામાં રહી શકે છે.












Click it and Unblock the Notifications
