For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાફે કૉફી ડે: જાણો લાખોથી અબજોની કંપની બનવા સુધીની કહાણી

કાફે કૉફી ડે એટલે કે સીસીડીના માલિક વી જી સિદ્ધાર્થ અચાનક સોમવારે લાપતા થઈ ગયા હતા, હાલ તેમનો મૃતદેહ મળી ગયો છે.

|
Google Oneindia Gujarati News

કાફે કૉફી ડે એટલે કે સીસીડીના માલિક વી જી સિદ્ધાર્થ અચાનક સોમવારે લાપતા થઈ ગયા હતા, હાલ તેમનો મૃતદેહ મળી ગયો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કારોબારને લઈ દબાણમાં હતા. જેને કારણે તેમણે આત્મહત્યા કરી લેવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. પ્રખ્યાત કૉફી ચેન કાફે કૉફી ડેને એક સફળ કંપની માનવામાં આવે છે, જેની શરૂઆત 5 લાખથી શરૂ કરી વી જી સિદ્ધાર્થે તેને અબજો રૂપિયાની કંપની બનાવી દીધી.

ગાયબ થતા પહેલા લખ્યો હતો પત્ર

ગાયબ થતા પહેલા લખ્યો હતો પત્ર

વીજી સિદ્ધાર્થના ગાયબ થયા બાદ એક પત્ર સામે આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, કોઈ કારણોથી તેઓ એક સફળ કારોબારી મૉડલ ઉભુ કરી શક્યા નથી. બે વર્ષ પહેલા બિનજાહેર સંપતિને લઈ ઈન્કમ ટેક્સ વિભાગે તેમની તપાસ કરી હતી. જો કે તેઓ કંપનીને સફળ માને કે ન માને પણ કાફે કૉફી ડે દુનિયાભરમાં જાણીતી કંપની મનાય છે.

વારસાથી હટી શરૂ કર્યો કારોબાર

વારસાથી હટી શરૂ કર્યો કારોબાર

ચિકમંગલૂરમાં જન્મેલ વી જે સિદ્ધાર્થનું કુટુંબ કૉફીના કારોબાર સાથે જોડાયેલ હતું. તેમની પાસે કૉફીના બગીચા છે. આ બગીચામાં દુનિયાની મોંધામાં મોંધી કૉફી ઉગાડવામાં આવે છે. જો કે વીજે સિદ્ધાર્થે વારસાગત વેપારથી હટી પોતાનો એક અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે મંગલુરુ યુનિવર્સિટિથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ મુંબઈ તરફ પ્રયાણ કર્યુ. જ્યાં તેમણે જેએમ ફાઈનેંશિયલ સર્વિસિસમાં કામ શરૂ કર્યુ.

કૉફી કિંગ વીજી સિદ્ધાર્થના મોત પર વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, કહી મોટી વાતકૉફી કિંગ વીજી સિદ્ધાર્થના મોત પર વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, કહી મોટી વાત

5 લાખ રૂપિયાથી કરી કારોબારની શરૂઆત

5 લાખ રૂપિયાથી કરી કારોબારની શરૂઆત

સિદ્ધાર્થનું કુટુંબ ઈચ્છતુ હતુ કે તે નોકરી કરે તેના કરતા કુટુંબનો કારોબાર સંભાળે. જો કે સિદ્ધાર્થે તે નકારી દીધુ. કુટુંબની ઈચ્છાથી તેઓ મુંબઈથી પરત ફર્યા અને પિતાથી 5 લાખ રૂપિયા લઈ બિઝનસ શરૂ કર્યો. તેમણે સિવા સિક્યુરિટીના નામે ફાઈનાન્સિયલ કંપનીની શરૂઆત કરી. પછી તેમણે તેનું નામ વેટૂવેલ્થ કરી દીધુ. આ કંપની વેલ્થ મેનેજમેન્ટની ખ્યાતનામ કંપની બની.

પછી કૉફીનો કારોબાર કર્યો શરૂ

પછી કૉફીનો કારોબાર કર્યો શરૂ

આ વેલ્થ મેનેજમેન્ટ કંપની બાદ તેમણે કર્ણાટકમાં કૉફીનો કારોબાર શરૂ કર્યો. તેમણે કુટુંબના કારોબારને આંતરરાષ્ટ્રીય કારોબાર સુધી પહોંચાડી દીધો. તેમની કૉફી ટ્રેડિંગ કંપની અમલગામેટેડ બીન કંપનીનો કારોબાર 2500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો.

કાફે કૉફી ડેની સ્થાપના

કાફે કૉફી ડેની સ્થાપના

વીજી સિદ્ધાર્થે 1996માં કાફે કૉફી ડે એટલે કે સીસીડીની સ્થાપના કરી. આ કંપની હેઠળ તેઓ કૉફી કિંગ બની ગયા. આ સમયે દેશભરમાં સીસીડીના 1750 કાફે છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કરાચી, દુબઈ અને ચેક રિપબ્લિક જેવા દેશોમાં પણ કાફે છે. જો કે છેલ્લા 2 વર્ષમાં કંપનીનો કારોબાર જેટલી તેજી સાથે વધ્યો તેટલી જ તેજી સાથે કંપનીનું દેવું પણ વધ્યુ. આ દેવું વીજી સિદ્ધાર્થ માટે મોટી સમસ્યા બન્યુ.

English summary
story of becoming Cafe Coffee Day, which later became a billion rupees company
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X