For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ચા વેચીને પીએમ બન્યો, બીજો કરોડપતિ બન્યો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા, તે વાત હવે આખી દુનિયા જાણે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા, તે વાત હવે આખી દુનિયા જાણે છે. વડાપ્રધાન મોદીએ ચા વેચવાથી લઈને કેવી રીતે વડાપ્રધાન પદ સુધીની સંઘર્ષભરી સફર કરી તે પણ લોકો જાણે છે. પરંતુ બીજા એક ચાવાળાની વાત પણ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ ચાવાળો પીએમ પદ માટે દાવેદારી તો નથી કરી રહ્યો, પરંતુ ચા વેચીને કરોડપતિ જરૂર બની ગયો છે.

પૂણેનો કરોડપતિ ચા વાળો

પૂણેનો કરોડપતિ ચા વાળો

MNCમાં કામ કરતા આઈટી હબ પૂણેના યુવાનો પણ કદાચ પૂણેના એક ચા વાળાથી જરૂર ઈર્ષ્યા કરી રહ્યા હશે. જો કોઈ ચા વેચનાર વ્યક્તિ દરેક મહિને 12 લાખ રૂપિયા કમાય તો કોઈ પણ નોકરિયાત વ્યક્તિને તેનાથી ઈર્ષ્યા થાય તે સ્વાભાવિક છે.

મહિને 12 લાખની કમાણી

મહિને 12 લાખની કમાણી

પૂણેના નવનાથ યેવલે ચા વેચે છે. ભલે ચાની કિટલીઓ ઠેર ઠેર હોય, પરંતુ નવનાથ યેવલે આખા પૂણેમાં જાણીતા છે. ફક્ત ચા વેચીને જ તેઓ દર મહિને 10-12 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

‘યેવલે’ ટી હાઉસ બનશે બ્રાંડ

‘યેવલે’ ટી હાઉસ બનશે બ્રાંડ

યેવલે ટી હાઉસ આખા પૂણેમાં જાણીતું છે. નવનાથ મીડિયા સાથેના ઈન્ટરવ્યુમાં કહે છે કે તેઓ ટૂંક સમયમાં જ આ નામને બ્રાંડ બનાવવા જઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બ્રાંડ બનાવવાની યોજના

આંતરરાષ્ટ્રીય બ્રાંડ બનાવવાની યોજના

નવનાથ યેવલે ટૂંક સમયમાં જ યેવલે ટી હાઉસને આંતરરાષ્ટ્રીય બ્રાંડ બનાવવા જઈ રહ્યા છે. નવનાથ પોતાની નવી યોજના અંતર્ગત યેવલે ટી હાઉસની 1000 બ્રાંચ ખોલવાની યોજના પણ બનાવી રહ્યા છે.

તમામ લોકોને આપી રોજગારી

તમામ લોકોને આપી રોજગારી

નવનાથ યેવલે કહે છે કે તેમના આ ધંધાથી ઘણા લોકોને રોજગારી મળી છે, જેનાથી તેઓ ખુશ છે. તમને જણાવી દઈએ કે યેવલે ટી હાઉસની પૂણેમાં ત્રણ શાખા છે. અને દરેક બ્રાંચમાં 12 લોકો કામ કરે છે.

આવી રીતે આવ્યો આઈડિયા

આવી રીતે આવ્યો આઈડિયા

નવનાથ યેવલે બહુ પહેલા સમજી ચૂક્યા હતા કે ભારતના કોઈ પણ ખૂણામાં લોકોને ચા ખૂબ જ પસંદ છે. એટલે જ તેમણે એક બિઝનેસ પ્લાન તૈયાર કર્યો અને ચાની દુકાનથી તેની શરૂઆત કરી.

મોટા લક્ષ્ય પર નજર

મોટા લક્ષ્ય પર નજર

આજે નવનાથ પોતાની સાથે સાથે 36 લોકોને રોજગારી આપી રહ્યા છે. નવનાથ ટૂંક સમયમાં જ હજારો યુવાનોને પણ રોજગાર આપવાની યોજના પર કામ કરી રહ્યા છે. જો તેઓ પૂણેની જેમ દરેક બ્રાંચમાં કર્મચારી રાખે તો લગભગ 12 હજારથી વધુ યુવાનોને રોજગારી આપી શકે છે.

યુવાનો માટે પ્રેરણા

યુવાનો માટે પ્રેરણા

પોતાના દમ પર કંઈક કરી બતાવવા ઈચ્છતા યુવાનો માટે નવનાથ યેવલે આજે તમામ યુવાનો પ્રેરણા બની ચૂક્યા છે. ચા બેચીને કરોડપતિ બનનાર નવનાથે સાબિત કર્યું છે કે કોઈ પણ કામ નાનુ કે મોટું નથી હોતું

English summary
Success Story Navnat Yewle who become crorepati by selling tea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X