ટાસ્ક ફોર્સે નાણામંત્રી નિર્મલા સીતારમણને ડાયરેક્ટ ટેક્સમાં સુધારા સંબંધિત સોંપ્યો રિપોર્ટ
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ના સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતામાં રચિત ટાસ્ક ફોર્સે નાણામંત્રી નિર્મલા સીતારમણને પોતાના પ્રત્યક્ષ કરનો રિપોર્ટ સોંપી દીધો છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ના સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતામાં રચિત ટાસ્ક ફોર્સે નાણામંત્રી નિર્મલા સીતારમણને પોતાના પ્રત્યક્ષ કરનો રિપોર્ટ સોંપી દીધો છે. નવો પ્રત્યક્ષ કર કોડ 1961માં વર્તમાન આવકવેરા અધિનિયમની જગ્યા લેશે. 21 મહિનામાં કુલ 89 બેઠકો બાદ ટાસ્ક ફોર્સે આ રિપોર્ટ નાણામંત્રી સીતારમણને સોંપ્યો છે માનવામાં આવી રહ્યુ છે કે જલ્દી આ બધા ટેક્સ પર એક મહત્વનો નિર્ણય સામે આવી શકે છે.

ટાસ્ક ફોર્સે આ રિપોર્ટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. તમને જણાવી દઈએ કે જ્યારે કંપનીઓ ડિવિડન્ડ આપે છે તો 15 ટકા ડીડીટી લાગે છે. ડીડીટી ઉપર 12 ટકા સરચાર્જ અને 3 ટકા એજ્યુકેશન સેસ લાગે છે. આ રીતે કુલ મળીને ડીડીટીની પ્રભાવી દર 20.35 ટકા થઈ જાય છે.
The task force headed by Akhilesh Ranjan, Member of Central Board of Direct Taxes, has submitted its Direct Tax Code Report to Union Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/c5Zh514EHm
— ANI (@ANI) 19 August 2019
ટાસ્ક ફોર્સે મિનિમમ ઑલ્ટરનેટિવ ટેક્સને પણ સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. હજુ કંપનીના બુક પ્રોફિટ પર 18.5 ટકા એમએટી લાગે છે. ઈનકમ ટેક્સના સેક્શન 115 જેબી હેઠળ મેટ (એમએટી) લાગે છે. ટાસ્ક ફોર્સે બધા માટે કૉર્પોરેટ ટેક્સના દર 25 ટકા કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સે ઈનકમ ટેક્સના દરો અને સ્લેબમાં મોટા ફેરફારની પણ ભલામણ કરી છે. સાથે ઈનકમ ટેક્સપેયર્સની ફેસલેસ સ્ક્રૂટનીના ઉપાય સૂઝાવ્યા છે. તેમણે સિસ્ટમ દ્વારા ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શનનું ક્રોસ વેરિફિકેશ કરવાના ઉપાય સૂઝાવ્યા છે. ટાસ્ક ફોર્સનું ખાસ જોર ટેક્સ વિવાદોને જલ્દી ઉકેલવા પર છે.












Click it and Unblock the Notifications
