• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેજસ એક્સપ્રેસને પહેલા મહિને થયો 70 લાખનો બંપર ફાયદો

|

નવી દિલ્હીઃ દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેને પહેલા મહિને ટિકિટના વેચાણમાંથી 3.70 કરોડ રૂપિયા કમાયા છે. તેજસને ઓક્ટોબર મહિનામાં 70 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. તેમના મુજબ દેશની પહેલી ખાનગી ટ્રેનની શરૂઆત માટે સારા સંકેત છે. પાછલા મહિને 5 ઓક્ટોબરથી પરિચાલન બાદી તેજસ સરેરાશ 80-85 ટકા ભરેલ સીટ સાથે ચાલી રહી છે.

તેજસને બંપર ફાયદો

તેજસને બંપર ફાયદો

ઓનલાઈન ટિકિટ, ભોજપ અને પર્યટન સુવિધા આપનાર રેલવેની કંપની આઈઆરસીટીસી તેજસ ટ્રેનનું સંચાલન કરી રહી છે. આ ટ્રેનને લખનઉ-દિલ્હી માર્ગ પર ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રેલવેમાં સુધારા માટે 50 સ્ટેશનોને વિશ્વસ્તરીય બનાવવા અને રેલવે નેટવર્ક પર 150 યાત્રી ટ્રેનનું સંચાલન પ્રાઈવેટ એકમોને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. પાછલા મહિને 28 ઓક્ટોબર સુધી ચાલી.

ટ્રેનના સંચાલનમાં 3 કરોડનો ખર્ચો આવ્યો

ટ્રેનના સંચાલનમાં 3 કરોડનો ખર્ચો આવ્યો

સૂત્રો મુજબ ઓક્ટોબરમાં તેજસ એક્સપ્રેસના સંચલાનમાં આઈઆરસીટીસીએ 3 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રેલવેથી સંબંધીત આ કંપનીને અત્યાધુનિક યાત્રી ભાડાથી દરરોજ સરેરાશ 17.50 લાખ રૂપિયાની કમાણી થઈ છે જ્યારે 14 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા. ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસમાં ભોજપન, 25 લાખ રૂપિયા સુધીનો મફત વીમા અને વિલંબ પર રિફન્ડ જેવી સુવિધાઓ છે.

સરકારે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું

સરકારે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે પાછલા મહિને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી. જેમાં ખાનગી ટ્રેન સંચાલન અને સ્ટેશન પુનર્વિકાસ પરિયોજનાઓ પર પહેલ તેજ કરવા માટે સચિવોનું એક સમૂહ સામેલ હતું. જો કે સમૂહની પહેલી બેઠક હજુ સુધી નથી મળી શકી. લખનઉથી દિલ્હી વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસની એસી ચેર કારનું ભાડું 1125 રૂપિયા અને એક્જીક્યુટિવ ચેર કારનં ભાડું 2310 રૂપિયા છે.

અજાણી જગ્યાએ મળ્યા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસ ટેકો આપી શકે

English summary
tejas express booked profit of 70 lakh rupee in october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more