For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે ખાદ્યતેલ પર ટેક્સ ઘટાડ્યો, કિંમતમાં થશે આટલા રૂપિયાનો ઘટાડો

કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓઇલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આ દિવસોમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની સમસ્યાઓમાં ઘણો વધારો કર્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે.

Edible Oil

ગ્રાહક બાબતોના મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદવાનો આદેશ જાહેર કર્યો

સરકારે પામ અને સન ફ્લાવર ઓઇલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. આ અગાઉ ગ્રાહક બાબતોના મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદવાનો આદેશ જાહેર કર્યો હતો. સ્ટોક મર્યાદા 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. રાજ્યોને આદેશો જાહેર કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા કહેવામાં આવ્યું છે.

આયાત ડ્યૂટીમાં ઘટાડો

સરકારના આ નિર્ણય અનુસાર ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટી 8.25 ટકા (અગાઉ 24.75 ટકા), RBD પામોલીન 19.25 ટકા (અગાઉ 35.75 ટકા), RBD પામ ઓઇલ પર 19.25 ટકા (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર 5.5 (અગાઉ 24.75), સોયા તેલ પર 19.5 ટકા (અગાઉ 35.75 ટકા), ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5.5 ટકા (અગાઉ 24.75 ટકા) અને શુદ્ધ સૂર્યમુખી તેલ પર 19.25 ટકા (અગાઉ 35.75 ટકા) ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાને કારણે સીપીઓના ભાવમાં રૂપિયા 14,114.27, આરબીડી રૂપિયા 14526.45, સોયા ઓઇલ રૂપિયા 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

ક્યારથી અમલમાં આવશે આ નિર્ણય

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ડ્યૂટીમાં ઘટાડો 14 ઓક્ટોબરથી લાગુ થશે અને 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે.

ગત મહિને પણ કર્યો હતો આયાત ડ્યૂટીમાં ઘટાડો

ઉલ્લેખનીય છે કે, ગત મહિને 11 સપ્ટેમ્બરના રોજ પામ તેલ, સોયા તેલ અને સૂર્યમુખીના તેલ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડી દેવામાં આવી હતી, જ્યારે ક્રૂડ પામ ઓઇલ પર મૂળભૂત આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી. આ સાથે ક્રૂડ સોયા તેલ અને ક્રૂડ સૂર્યમુખીના તેલ પરની આયાત ડ્યૂટી પણ 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.

કેન્દ્રના નિર્ણયથી સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં નરમાશ આવશે

ઉલ્લેખનીય છે કે, ડોમેસ્ટિક રિટેલ માર્કેટમાં ખાદ્યતેલના ભાવમાં છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક પરિબળો અને સ્થાનિક તંગ પુરવઠાની સ્થિતિને કારણે 46.15 ટકા સુધીનો તીવ્ર વધારો થયો છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રના નિર્ણયથી સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં નરમાશ આવશે, જેનાથી દેશભરના ગ્રાહકોને મોટી રાહત મળશે.

English summary
The government has reduced agri cess and customs duty on palm and sunflower oil. Earlier, the Ministry of Consumer Affairs had issued an order imposing stock limits on oil and oilseeds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X