Union Budget 2020: સંપત્તિ વેચવા પર લાગતા ટેક્સમાં મળી શકે છે રાહત
સામાન્ય બજેટ 2020 માટે લોકોએ ઘણી આશાઓ રાખી છે. રિયલ એસ્ટેટને પણ આ બજેટથી ઘણી આશાઓ છે. સરકાર બજેટમાં ઘણા એલાન કરી શકે છે. વળી, લોકોને આશા છે કે સરકાર ટેક્સમાં પણ રાહત આપી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત આપી શકે છે. સૂત્રો મુજબ સરકાર સંપત્તિ વેચવા પર લાગતા એલટીસીજીને હટાવી શકે છે. જો સરકાર આવુ કરે તો આનો ફાયદા સંપત્તિ વેચનારાને થશે.
તમને જણાવી દઈએ કે લૉંન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં ઘર, પ્રોપર્ટી, બેંક એફડી, જ્વેલરી, બૉન્ડ, એનપીએસ અને કાર વગેરે વેચવા પર થના ફાયદા પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. આને હવે સ્ટૉક માર્કેટમાં પણ શામેલ કરી દેવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર સંપત્તિ વેચવા પર લાગતા ટેક્સને ખતમ કરી શકે છે. હાલમાં સંપત્તિ વેચવા પર 10 ટકા લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ આપવો પડે છે. વળી, શેરોથી કોઈ પણ નાણાકીય વર્ષમાં મળતા 1 લાખ રૂપિયાથ વધુના ગેઈન પર 10 ટકા ટેક્સ આપવો પડે છે.
વળી, લોકોને આશા છે કે સરકાર આ બજેટમાં કંપનીઓ દ્વારા અપાતા ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એટલે કે DDTમાં પણ ફેરફાર કરીને રાહત આપશે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર આના નિયમોમાં ફેરફાર કરી શકે છે ત્યારબાદ ડીડીટી જારી કરનારની જગ્યાએ ટેક્સ મેળવનારને આપવો પડી શકે છે.
આ પણ વાંચોઃ Union Budget 2020: મોદી સરકારના આ બજેટથી મધ્યમ વર્ગની આશાઓ