ટામેટા પછી હવે ચોખાના ભાવમાં ઉછાળો, બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી
Rice Price Hike: શાકભાજી અને દાળની કિંમતોમાં વધારા પછી ચોખાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકાર બધા પ્રકારના બિન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનુ વિચારી રહી છે.
મળતી માહિતી મુજબ સરકાર નૉન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનુ વિચારી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં આના પર નિર્ણય આવી શકે છે. ઘઉં અને ખાંડના નિકાસ પર પહેલેથી જ રોક લાગેલી છે.

સમાચાર એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ આ પગલુ અલ-નીનોની વાપસીના કારણે ઉઠાવવામાં આવી શકે છે. જે રાજ્યોમાં ચોખાનુ ઉત્પાદન થાય છે ત્યાં અસામાન્ય વરસાદના કારણે ચોખાના ઉત્પાદનમાં કમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આનાથી ચોખાની કિંમતો અત્યારથી વધવા લાગી છે. ઘરેલુ બજારમાં છેલ્લા બે સપ્તાહમાં ચોખાની કિંમતોમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોખાની નિકાસ પર કોઈ પણ પ્રતિબંધથી એવા દેશો પર દબાણ આવી શકે છે જેઓ ભારતમાંથી ચોખાની આયાત પર નિર્ભર છે. જેમાં નેપાળ, ફિલિપાઈન્સ, કેમરુન અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે.
ચોખાની નિકાસ પર પ્રતિબંધના સરકારના નિર્ણયથી ઘરેલુ બજારમાં કિંમતોમાં વધારા પર અંકુશ લાગશે. ગયા વર્ષે પણ સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર રોક લગાવી હતી. સાથે જ સફેદ અને ભૂરા ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટી લગાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની કિંમત 3 વર્ષની ઉંચાઈની નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની કિંમત 19/cwt ડૉલરને પાર કરી ગઈ છે. જૂન 2020માં આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની કિંમત 20.56/cwt ડૉલર થઈ ગઈ હતી. અલ નીનોના કારણે પાકને નુકશાન થવાની આશંકા વચ્ચે બેન્ચમાર્કના ભાવ પહેલેથી જ બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.












Click it and Unblock the Notifications
