રાજ્યમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો થશે
ગુજરાત સરકાર દ્વારા મંગળવારના રોજ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા મંગળવારના રોજ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે.
ઇન્ટ્રા-સ્ટેટ ફ્લાઇટ્સ ચલાવવા સાથે સંકળાયેલા છે તેવા લોકો માટે 21 દિવસમાં બીજી વખત કર રાહતથી ખાનગી ઉડ્ડયન કંપનીઓને ફાયદો થવાની ધારણા છે.
ઘોષિત ઘટાડા બાદ ATF પર વેલ્યુ એડેડ ટેક્સ 5 ટકા રહેશે. 13 ડિસેમ્બર, 2021ના રોજ ગુજરાતે ટેક્સમાં 5 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો.
રાજ્ય સરકારે તેના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ પગલાથી ગુજરાતમાં પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓને વેગ મળશે. 10 જાન્યુઆરીએ શરૂ થનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા ચોથી વખત સુરતથી ઈન્ટ્રા-સ્ટેટ ફ્લાઈટ્સ ફરી શરૂ થયા બાદ તરત જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ગત અઠવાડિયે ખાનગી એવિએશન ફર્મ દ્વારા હેલિકોપ્ટર જોય રાઈડ પણ લોન્ચ કરવામાં આવી હતી.