For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બે રીતથી તાત્કાલિક મળશે લોન

આપણા બધાને ક્યારેકને ક્યારેક તો અચાનક પૈસાની જરૂર પડે જ છે. ત્યારે આપણે કાં તો ઓળખીતા પારખીતા પાસે ઉધાર લઈએ છીએ અથવા તો લોન લઈએ છીએ.

|
Google Oneindia Gujarati News

આપણા બધાને ક્યારેકને ક્યારેક તો અચાનક પૈસાની જરૂર પડે જ છે. ત્યારે આપણે કાં તો ઓળખીતા પારખીતા પાસે ઉધાર લઈએ છીએ અથવા તો લોન લઈએ છીએ. પરંતુ હંમેસા લોન મેળવવામાં ટાઈમ લાગે છે. બેન્ક અને નાણાકીય સંસ્થાઓની પોતાની એક પ્રક્રિયા હોય છે, જે પૂરી કર્યા બાદ જ લોન મળે છે. પરંતુ જો તમારે તાત્કાલિક લોનની જરૂર હોય તો 2 રીત છે, જેનાથી તાત્કાલિક પૈસા મળી શકે છે. આ સહેલી રી છે અને મોટા ભાગના લોકો તેનો ઉપયોગ પણ કરે છે. મોટાબાગની બેન્ક એવી સુવિધા આપે છે જેનાથી તમે પોતાની લોન લિમિટ પહેલા જ નક્કી કરી શકો છો અને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે આવી લિમિટનો ઉપયોગ નથી કરતા તો તમારે વ્યાજ પણ આપવાનું નથી હોતું. ત્યારે ચાલો જાણીએ કઈ છે આ બે રીત.

વીમો અને રોકાણ

વીમો અને રોકાણ

જો તમારી પાસે વીમો છે અથવા તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો તમે સહેલાઈથી બેન્ક કે નાણાકીય સંસ્થાઓમાંથી લોન લઈ શકો છો. બેન્ક અને નાણાકીય સંસ્થાઓ તમારી વીમા પોલિસી અને મ્યુચ્યુઅલ ફંડને ગિરવે મૂકીને લોન આપે છે .આ સ્કીમ જુદા જુદા નામથી તમામ બેન્ક અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશનમાં હોય જ છે.

વીમા પોલિસી પર કેવી રીતે લેશો લોન

વીમા પોલિસી પર કેવી રીતે લેશો લોન

વીમા પોલિસી પર લોન મેળવવી સહેલી છે. વીમા પોલિસીની સરન્ડર વેલ્યુ જેટીલ હોય બેન્ક તે પ્રમાણે લોન આપે છે. વીમા પોલિસીની સરન્ડર વેલ્યુ એટલે એવી રકમ જે વીમો પૂરો કરતા પહેલા પાછા આપતા મળે છે. સામાન્ય રીતે બેન્ક અને નાણાકીય સંસ્થાનો તમને વીમા પોલિસીની સરન્ડર વેલ્યુના 80થી 90 ટકા લોન આપે છે. બેન્ક તમારી પોલિસીને વીમા કંપનીને મોકલી તેને બેન્કના નામે અસાઈન કરાવે છે. એટલે જો તમે લોન પાછી ન આપો તો વીમા કંપની પોલિસીના પૈસા બેન્કને આપે છે.

મ્યુચ્યુઅલ ફંડ પર પણ લઈ શકે છે લોન

મ્યુચ્યુઅલ ફંડ પર પણ લઈ શકે છે લોન

બેન્ક અને નાણાકીય સંસ્થાનો તમને મ્યુચ્યુઅલ ફંડના બદલે પણ લોન આપે છે. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે રોકાણ કરવામાં આવે ત્યારે કંપની તમને યુનિટ એલોટ કરે છે. આ યુનિટની કિંમત કંપનીઓ રોજે રોજ જાહેર કરે છે. તેને નેટ એસેટ વેલ્યુ કહેવામાં આવે છે. તમે જ્યારે બેન્ક કે નાણાકીય સંસ્થાન પાસે લોન માગો છો ત્યારે તે મ્યુચ્યુઅલ ફંડની વેલ્યુ જોઈને તે હિસાબે લોન આપે છે. સામાન્ રીતે મ્યુચ્યુઅલ ફંડની રોકાણ વેલ્યુ 1 લાખ હોય તો તમને 50 હજારથી 75 હજાર સુધીની લોન મળી શકે છે. લોન માટે તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ બેન્કના નામે અસાઈન થઈ જાય છે. જ્યારે તમે લોન ભરપાઈ કરો છો તો તે ફરી તમારા નામે થઈ જાય છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ કર્યું છે. તો બેન્કને એટલા જ યુનિટ અસાઈન કરવામાં આવે છે, જેટલી તમે લોન લઈ રહ્યા છો. બાકી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ફ્રી હોય છે.

આવી રીતે વસુલવામાં આવે છે વ્યાજ

આવી રીતે વસુલવામાં આવે છે વ્યાજ

વીમો અને મ્યુચ્યુઅલ ફંડના બદલે મળતી લોનમાં સામાન્ય રીતે પર્સનલ લોન જેટલું જ વ્યાજ વસુલવામાં આવે છે. પરંતુ તેમાં ફાયદો એ હોય છે કે જો લોન તમે એક મહિનામાં પૂરી કરી તો તમને વ્યાજ પણ એટલું જ લાગશે. અહીં લોન પૂરી કરવા માટે કોઈ સમય મર્યાદા નથી હોતી. અને બેન્ક જલ્દી લોન ભરપાઈ કરવામાં કોઈ ચાર્જ પણ નથી લેતું.

English summary
these are easy and fastest step to get loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X