ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ દસ્તાવેજોની પડશે જરૂર
નાણાકીય વર્ષ 18-19 માટે ઈન્મક ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તમને એ વાતની જાણ તો હશે જ કે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખને વધારી દેવામાં આવી છે.
નાણાકીય વર્ષ 18-19 માટે ઈન્મક ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તમને એ વાતની જાણ તો હશે જ કે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખને વધારી દેવામાં આવી છે. પહેલા આઈટીઆર ભરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જેને વધારીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
હવે તમારી પાસે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે પૂરતો સમય છે. જો તમે રિટર્ન ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા આ દસ્તાવેજોને એકત્રિત કરી લો, જેથી તમને ટેક્સ ભરવામાં સરળતા રહે. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન સીએ (ચાર્ટડ એકાઉન્ટ કે વકીલ) થી ભરાવડાવો છો તો તમારે ખાસ કંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. તેમને માત્ર કેટલાક જરૂરી દસ્તાવેજો પૂરાં પાડી દેવાથી તેઓ તમારુ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી દેશે.

આઈટીઆઈ રિટર્ન ફાઈલ કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
જો તમે રિટર્ન જાતે ભરવાના હોવ તો તમારે કેટલીક ખાસ તૈયારીઓ કરવાની રહેશે અને એકવારમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યુમેન્ટ સાથે રાખવા પડશે. કારણ કે ઈન્કમ ટેક્સની ફાઈલીંગ માટે જે વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in છે તેના પર ટેક્સ રિટર્ન ભરવા માટે છેલ્લા દિવસોમાં ઘણો લોડ રહે છે. તમારા માટે જાણવું જરૂરી છે કે, તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂરિયાત રહેશે. ખાસ કરીને કામકાજી લોકો માટે કયા ડૉક્યુમેન્ટ કામના છે જે તેમના ફાઈલિંગ દરમિયાન સાથે રાખવા જરૂરી છે.

પૈન નંબર અનિવાર્ય
પરમાનેન્ટ અકાઉન્ટ નંબર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેનું સૌથી અગત્યનું દસ્તાવેજ છે. સરકારે આઈટીઆર ફાઈલ કરવા માટે પૈન નંબરને ફરજીયાત ગણાવ્યુ છે. ત્યાર બાદથી પૈન નંબર વિના તમે તમારુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશો નહિં.

ફોર્મ 16
ઈન્કમ ટેક્સ ભરતી વખતે ફોર્મ 16ની જરૂરિયાત રહે છે. જો તમે કામકાજી છો તો તમને તમારા એપ્લાયર દ્વારા આપવામાં આવશે અને તેમાંથી તમારું કપાયેલું ટીડીએસ અને સેલેરીની તમામ ડિટેલ હોય છે. જે લોકોએ પોતાની કંપની દ્વારા ફોર્મ 16 નથી આપવામાં આવતુ તેમણે પોતાની કંપની પાસેથી માંગવું જોઈએ.

બેંક અને પોસ્ટઓફિસથી ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ
-આ વર્ષે આઈટીઆર ફોર્મમાં ટેક્સપેયર્સથી ઈન્ટરેસ્ટ ઈનકમનો સોર્સ પણ પૂછવામાં આવી રહ્યો છે. એટલે કે તમારે એ પણ જણાવાનું રહેશે કે, તમારી ઈન્ટરેસ્ટ ઈનકમ સેવિંગ્સ અકાઉન્ટથી થઈ કે એફડી થી. આ સિવાય બીજી કોઈ આવક હોય તો તેની પણ જાણકારી આપવી પડશે.
-સામાન્ય રીતે ઈન્ટરેસ્ટ ઈન્કમ ટેક્સેબલ હોય છે. પણ ઈન્કમ ટેક્સ ધારા 80TTA હેઠળ 10,000 રૂપિયાના ઈન્ટરેસ્ટ ઈન્મક પર છૂટ મળી શકે છે. આજ રીતે સિનિયર સિટિઝન્સ માટે 50,000 રૂપિયા સુધી વ્યાજ પર છૂટ હોય છે. તેની પણ જાણકારી આપવાની રહેશે.
-ઉપરાંત જો તમારી પાસે ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ નથી તો 31 માર્ચ 2019 સુધી તમારી એકાઉન્ટ પાસબુક અપડેટ રાખો. જો તમને ઈન્ટરેસ્ટ ઈન્કમ પર બેંકથી ટીડીએસ સર્ટિફિકેટ મળે છે તો તેમાં પણ આ જાણકારી આપેલી હશે, કે તમને કેટલું વ્યાજ મળે છે. તમને જોઈતી માહિતી આમાંથી પણ મળી રહેશે.

ફોર્મ 26એસ
તમને જણાવી દઈએ કે, ફોર્મ 26એસ તમને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને તેમા તમે જે ટેક્સ આપ્યુ છે તેની માહિતી હોય છે. જેથી તમારે હેરાન થવાની જરૂર નથી. ફોર્મ આઈટી ડિપાર્ટમેન્ટની વેબસાઈટથી મળી શકે છે. તેમાં ટેક્સ કાપનારા ડિડક્ટરે જે ટેક્સ કાપ્યુ છે તેની જાણકારી, ટેક્સપેયર દ્વારા ચુકવેલ ટેક્સની જાણકારી અને છેલ્લા નાણાકીય વર્ષમાં મેળવેલ ટેક્સ રિફન્ડની જાણકારી હોય છે.

સેક્શન 80ના ઈન્વેસ્ટમેન્ટ્સની જાણકારી
સેક્સન 80 હેઠળ કરેલ તમામ રોકાણ જેવા કે, પીપીએફ, એનએસસી, યુલિપ, ઈએલએસએસ અને એલઆઈસીમાં કરેલ રોકાણની જાણકારી આપવામાં આવેલ હોય છે. જેની ટેક્સ રિટર્ન ભરતી વખતે જરૂર પડે છે.

અન્ય ડિડક્શનના ક્લેમ માટે જરૂરી દસ્તાવેજ
-તમારુ પીપીએફમાં કરેલ યોગદાન
-તમારા બાળકોની ટ્યુશન ફી
-લાઈફ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પેમેન્ટ
-સ્ટૈંપ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જીસ
-તમારા હોમલોન પર આપેલ પ્રિન્સિપલ અમાઉન્ટ
-ઈક્વીટી લિંક્ડ સેવિંગ સ્કીમ/મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ
80સી હેઠળ તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો.

તમારા રોકાણ સાથે જોડાયેલ જરૂરી દસ્તાવેજ
-હાઉસિંગ લોન પર ભરાતા વ્યાજના દસ્તાવેજ-ઘરના હાઉસિંગ લોન પર ચૂકવાતા વ્યાજ પર વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ હાંસલ કરી શકાય છે.
-એજ્યુકેશન લોનના વ્યાજના પેમેન્ટના દસ્તાવેજ
-સ્ટોક ટ્રેન્ડિંગ ઈન્વેસ્ટમેન્ટ:તમને જણાવા દઈએ કે, હવે જ્યારે કેપિટલ ગેંસ ટેક્સની કેટેગરીમાં આવી ચૂક્યા છો તો પાછલા વર્ષોમાં જે સ્ટોક ટ્રેન્ડિંગ કર્યુ છે તેનું સ્ટેટમેન્ટ પણ તમને ટેક્સ રિટર્ન ફાઈલ કરી વખતે જરૂર પડશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
