1 જુલાઇથી બદલાશે રેલવેના 4 નિયમ, વેટિંગના ત્રાસથી મળશે મુક્તિ

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય રેલવે તેના નિયમોમાં કરી રહી છે ફેરફાર. જેના કારણે ટ્રેનમાં પ્રવાસ કરતા યાત્રીઓને ચોક્કસથી ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વે આજે પણ મોટી સંખ્યામાં લોકોને સસ્તી સેવાઓ આવે છે. અને અનેક લોકો દર રોજ પોતાના દિન પ્રતિદિનના કામ માટે ભારતીય રેલવે પર આધાર રાખે છે. ત્યારે ભારતીય રેલવેના આ ચાર નિયમોના બદલાતા પ્રવાસીઓને મોટી રાહત રહેશે તે વાત પાક્કી છે. તો જાણો વિગતવાર કયા ચાર નિયમોમાં ભારતીય રેલવે લાવ્યા છે આ ફેરફાર...

તત્કાળ ટિકિટ નિયમ

તત્કાળ ટિકિટ નિયમ

1 જુલાઇથી રેલવેમાં તત્કાળ ટિકિટથી જોડાયેલા નિયમોમાં બદલાશે, નવા નિયમ મુજબ તત્કાળ ટિકિટ કેન્સલ કરવા પર તમને મળશે 50 ટકા રિફંડ. આ પહેલા તત્કાળ ટિકિટ કેન્સલ કરવા પર એક નવો રૂપિયો પણ પાછો નહતો મળતો તે પછી ઓનલાઇન હોય કે કાઉન્ટર પર જઇને. તો 50 ટકા રિફંડ મળવાના કારણે ગ્રાહકોને ફાયદો ચોક્કસથી મળશે.

બુકિંગ સમય

બુકિંગ સમય

એસી કોચ માટે તત્કાળ ટિકિટ બુક કરવાનો સમય પણ બદલાઇ ગયો છે. એસી કોચ માટે જો તમે તત્કાળ ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે જ ટિકિટ બુક કરાવવું પડશે. સાથે જ બીજી તરફ સ્લીપર કોચ માટે તત્કાળ ટિકિટ બુક કરાવાનો સમય પહેલાની જેમ જ સવારે 11 થી બપોરે 12 વાગ્યાનો છે.

વેટિંગ ટિકિટ

વેટિંગ ટિકિટ

રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઇથી હવે તમને વેટિંગ લિસ્ટની ટિકિટ નહીં મળે. રેલવેએ નિર્ણય લીધો છે કે હવે ખાલી કંફર્મ ટિકિટ કે પછી આરએસી ટિકિટ જ આપવામાં આવશે. વેટિંગ લિસ્ટની ટિકિટથી હવે બધાને મુક્તિ મળશે.

અનેક ભાષાઓ

અનેક ભાષાઓ

અત્યાર સુધી રેલવે ટિકિટ ખાલી અંગ્રેજી ભાષામાં જ જાહેર કરવામાં આવતી હતી. 1 જુલાઇથી એક નવી વ્યવસ્થા મુજબ ખાલી અંગ્રેજી જ નહીં અને ભાષાઓમાં પણ ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે તમારે પહેલા ભાષાનું પસંદગી કરવાની રહેશે. તો જે લોકો અંગ્રેજી નથી જાણતા અને પોતાની માતૃભાષામાં ટિકિટ લેવા ઇચ્છે છે તેમના માટે આ એક સારા સમાચાર છે.

રાજધાની અને શતાબ્દી

રાજધાની અને શતાબ્દી

સાથે જ રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં પણ હવે કોચ વધારવામાં આવશે. જેથી લોકોને આ ટ્રેનની ટિકિટ મેળવવા માટે જે મુશ્કેલી થઇ રહી છે તે ઓછી થાય. સાથે જ રેલ્વે પણ આ બે પ્રિમિયમ ટ્રેનોમાં પેપરલેસ વર્ક કલ્ચર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
these rules of railway will change from 1st july. Read here more.
Please Wait while comments are loading...