પહેલી ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો, આજે જ જાણી લો
દર પહેલી તારીખની જેમ આ પહેલી ફેબ્રુઆરીએ પણ ઘણા બધા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ નિયમોને સમયસર જાણી લો તો ઘણી તકલીફો ઓછી થઈ જશે.
બદલાતા નિયમોથી વાકેફ ન હોય તો ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આ સમસ્યાઓ ન થા તે માટે પહેલા જ નિયમોથી અવગત કરાવી રહ્યા છીએ.

નેશનલ પેન્શન સિસ્ટમના નિયમોમાં ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 12 જાન્યુઆરીએ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શન ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. જે 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવશે. નવા નિયમ હેઠળ NPS ખાતાધારકો તેમના પેન્શન ખાતાના યોગદાનના 25% સુધી ઉપાડી શકે છે.
ફંડ ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર
જો તમે કોઈને તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તો 1 ફેબ્રુઆરીથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા બેંક ખાતામાં 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે ફક્ત લાભાર્થીનો ફોન નંબર અને એકાઉન્ટ નંબર ઉમેરવાનો રહેશે.
એલપીજીના ભાવ
એલપીજીના ભાવ પણ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. નવા વર્ષના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1.50 રૂપિયાથી 4.50 રૂપિયા સસ્તી થઈ છે. ઘરેલુ 14 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા છે કે આ વખતે પણ તેમાં ફેરફાર થઈ શકે છે.
બલ્ક ઇમેઇલ
ગૂગલ બલ્ક ઈમેલ મોકલવા માટે પ્રમાણીકરણ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ અંતર્ગત હવે એકસાથે 5000 મેઈલ મોકલી શકાશે નહીં.












Click it and Unblock the Notifications
