કામની ખબર: GSTના કારણે તમને મળી રહી છે આ ફાયદાની તક

Posted By:
Subscribe to Oneindia News

1 જુલાઇથી જીએસટી લાગુ થવાની છે. કેટલાક વેપારીઓના જીએસટીનો ડર એટલો બધો લાગ્યો છે કે તે જીએસટી લાગુ થાય તે પહેલા જ તેમની પાસે જે સ્ટોકમાં વસ્તુઓ પડી છે તેને નીકાળવા માંગે છે. આજ કારણ છે કે હાલ કેટલીક જગ્યાએ સેલ લાગ્યા છે અને અનેક વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે કે કોઇ ડિસકાઉન્ટ સાથે મળી રહી છે. ગ્રાહક તરીકે તમે પણ આ તકનો લાભ લઇ શકો છો. અને જો હાલના ભવિષ્યમાં તમે કોઇ વસ્તુ ખરીદવા જઇ રહ્યા હોવ તો જીએસટી પહેલાની આ તકનો ફાયદો ઉઠાવી શકો છો. વિગતવાર જાણો અહીં....

શું મળે છે સસ્તુ?

શું મળે છે સસ્તુ?

કેટલાક દિવસ પહેલા ચણાની દાળના ભાવ વધુ હતા જે હાલ ઓછા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે જીએસટી લાગુ થવાથી બ્રાન્ડેડ દાળો પણ 5 ટકા જીએસટી લાગશે. જો કે નોન બ્રાન્ડેડ દાળો પર કોઇ ટેક્સ નહીં લાગે. હાલ તમામ દાળોના વેપારી 1.67 ટકા વેટ આપે છે. હોલસેલ વેપારી આ વેટ આપી ચૂક્યા છે. પણ જો તે આ દાળોને જીએસટી લાગુ થવા પહેલા ના વેચી શક્યા તો રિટેલર તમને વેટ નહીં આપે. માટે જ વેપારી તેમનો આ સ્ટોક નીકાળવા માંગે છે.

ફ્રીજ, ટીવી, એસી

ફ્રીજ, ટીવી, એસી

જીએસટીની બેઠકમાં 60 ટકા ઇનપુટ ટેક્સ ક્રિડિટને મંજૂરી આપવામાં આવી છે. જે પછીથી ટીવી, એસી અને ફ્રિઝ જેવા હોમ અપ્લાયન્સ પર ભારે છૂટ મળી રહી છે. અને જીએસટીના ડરે ડિસ્ટ્રીબ્યૂટર અને રિટેલરે સ્ટોક ક્લીયરન્સ સેલ શરૂ કર્યો છે. જેથી તે પોતાનો સ્ટોક પૂર્ણ કરી શકે.

કાર

કાર

ઉલ્લેખનીય છે કે લક્ઝરી કાર પણ જીએસટી લાગુ થવાથી વધુ મોંધી થવાની છે. જેના કારણે હાલ અનેક કાર કંપની તેમની લક્ઝરી કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. અને અનેક લક્ઝરી કાર 25 હજાર કે તેથી વધુ ડિસ્કાઉન્ટ સાથે વેચાઇ રહી છે.

શું છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ

શું છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ

તમે જાણતા હશો કે કોઇ પણ વસ્તુ બનાવવા માટે પહેલા રો મટીરિયલની જરૂર પડે છે. જેના માટે પણ તમારે ટેક્સ આપવો પડે છે અને જ્યારે તમે કોઇ પ્રોડક્ટ બનાવી લો છો તો તેની પર પણ ટેક્સ લાગે છે. માની લો કે તમે રો મટીરિયલ પર 300 રૂપિયા ટેક્સ લીધો અને બન્યા પછી તે સામન પર 400 ટેક્સ લાગશે તો તમે તેમાથી 300 ટેક્સ ઓછો કરીને ખાલી 100 રૂપિયાનો જ ટેક્સ આપશો જેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય છે. જીએસટી બેઠકમાં 60 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટને મંજૂરી આપવામાં આવી છે. આ જ કારણ છે કે લોકો વિવિધ સેલ નીકાળી સસ્તા ભાવે વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.

English summary
These things become cheaper before implementation of gst.
Please Wait while comments are loading...