દેશમાં જલ્દી ઘટશે ડુંગળીના ભાવ, તુર્કીથી આવશે વધુ 12,000 ટન ડુંગળી
એમએમટીસીએ ડુંગળીની ઘરેલુ ઉપલબ્ધતાને વધારવા અન ભાવોને નિયંત્રિત કરવા માટે તુર્કીથી 12,500 ટન વધુ ડુંગળી મંગાવવા માટે કરાર કર્યા છે.
ઘરેલુ અને વિદેશી ડુંગળીની આવકમાં સુધારો થવાની આશાએ ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં નરમી આવી છે. દેશભરના બજારોમાં ગુરુવારે ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 10-30 રૂપિયો પ્રતિ કિલો સુધી ઘટાડો નોંધવામાં આવ્યો. વળી, સરકારી માલિકીવાળી ટ્રેડિંગ ફર્મ એમએમટીસીએ ડુંગળીની ઘરેલુ ઉપલબ્ધતાને વધારવા અન ભાવોને નિયંત્રિત કરવા માટે તુર્કીથી 12,500 ટન વધુ ડુંગળી મંગાવવા માટે કરાર કર્યા છે.

તુર્કીથી 12,500 ટન વધુ ડુંગળી
ગ્રાહક કાર્ય, ખાદ્ય અને જન વિતરણ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં કહ્યુ કે સરકારી કંપની એમએમટીસીએ તુર્કીથી 12,500 ટન વધુ ડુંગળી મંગાવવા માટે ઑર્ડર આપ્યા છે. આ ઑર્ડર ગ્રાહક બાબતોના મંત્રાલયના પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન મેનેજમેન્ટ કમિટી (પીએસએફએમસી) તરફથી નિર્દેશ મળ્યા બાદ આપવામાં આવ્યા છે. આ ઑર્ડર હેઠળ ડુંગળીની આપૂર્તિ જાન્યુઆરીથી શરૂ થશે.

અમુક જગ્યાએ ભાવ 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
2,500 ટનનો નવો ઑર્ડર આપવા બાદ સરકારે અત્યાર સુધી લગભગ 42,500 ટન ડુંગળીની આયાત માટે ઑર્ડર આપી ચૂકી છે. ત્યારબાદ વિવિધ રાજ્યોને તેની અલગ અલગ માંગો અનુરૂપ આપૂર્તિ કરવામાં આવશે. આને કારણે જલ્દી ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને કિંમત ઘટવાની આશા છે. દેશમાં ડુંગળીના છૂટક ભાવ સરેરાશ 100 રૂપિયે પ્રતિ કિલોગ્રામ ચાલી રહ્યા છે. અમુક જગ્યાએ ભાવ 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી જણાવવામાં આવી રહ્યા છે. દિલ્લીમાં ભાવ 118 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

રિઝર્વ બેંક પણ પરેશાન
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારીને ભાવોને કાબૂમાં રાખવાના હેતુથી 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ તરફ ડુંગળીના આકાશને આંબતા ભાવોએ હવે રિઝર્વ બેંકને પણ પરેશાન કરવાનુ શરૂ કરી દીધુ છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની આ મહિનાની શરૂઆતમાં રેપો દર પર નિર્ણય લેવા માટે થયેલી બેઠકમાં ડુંગળીનો મુદ્દો છવાયેલો રહ્યો. રિઝર્વ બેંકે ગુરુવારે બેઠકની વિગતો પ્રકાશિત કરી.












Click it and Unblock the Notifications
