રેકોર્ડતોડ સપાટીએ પહોંચ્યું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત
વધુ એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો પર કાબૂ મેળવવામાં મોદી સરકાર પૂરી રીતે નિષ્ફળ રહી છે. વધુ એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં 0.13 પૈસાના વધારા સાથે પેટ્રોલ 80.22 રૂપિયા અને 0.12 પૈસાના ભાવ વધારા સાથે ડીઝલ 78.51ની સપાટી પર પહોંચ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા તો ડીઝલ 11 પૈસા મોંઘું થયું છે. નવા ભાવ વધારા બાદ અહિં પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.08 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે.

ઘટવાનું નામ નથી લઈ રહ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 88.39 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 77.58 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. અહીં પેટ્રોલમાં 13 પૈસા પ્રતિ લીટરે વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલમાં પણ 13 પૈસાનો વધારો નોંધાયો છે. વિપક્ષના સતત વિરોધ બાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા.

કોર્ટમાં દાખલ કરી અરજી
આ દરમિયાન સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન થઈ એક મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. આ અરજી મુખ્ય ન્યાયાધિશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વીકે રાવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. દિલ્હીની એક ડિઝાયનર પૂજા મહાજને આ અરજી દાખલ કરી છે. અરજીમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલને આવશ્યક વસ્તુઓ માની પેટ્રોલિયમ ઉત્પાદન માટે યોગ્ય મૂલ્ય નક્કી કરવા નિર્દેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

વિપક્ષના હુમલા
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાની વિરુદ્ધ કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં તમામ વિપક્ષી દળોએ ભાગ લીધો હતો. બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકાર યૂપીએ 2 તરફ આગળ વધી રહી છે. એમણે કહ્યું કે યૂપીએ 2ની જેમ જ મોદી સરકારમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ પણ વાંચો-બેંગ્લોરને પ્લાસ્ટિક મુક્ત કરવા યોજાઈ પ્લૉગ રન












Click it and Unblock the Notifications
