For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોરને પ્લાસ્ટિક મુક્ત કરવા યોજાઈ પ્લૉગ રન

કર્ણાટકના બેંગ્લોરમાં 2 ઓક્ટોબરે પ્લૉગ રનનું આયોજન કરવામાં આવનાર છે

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકના બેંગ્લોરમાં 2 ઓક્ટોબરે પ્લૉગ રનનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરમાંથી પ્લાસ્ટિકના કચરાને સાફ કરવાનો છે. સાથે જ આ દ્વારા શહેરીજનોને જૉગિંગ અને સૂકા પ્લાસ્ટિકના કચરાને સાફ કરવાનો છે. પ્લૉગ રન અંતર્ગત લોકો પાસે એક થેલો હશે જેના દ્વારા તેઓ ગલીઓમાં પડેલો પ્લાસ્ટિકનો સૂકો કચરો એકઠો કરશે. દોડમાં ભાગ લેનારાઓ આ પ્લાસ્ટિકના કચરાને ભેગો કરીને નક્કી કરેલી એક જગ્યાએ ફેંકી આવશે.

plog run

શું છે પ્લૉગિંગ અને તેનું મહત્વ
ગો નેટિવક તરફથી બેંગ્લોરમાં પ્લૉગિંગનું આયોજન થઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય સમાજમાં રહેતા લોકોને લાઈફસ્ટાઈલ પ્રત્યે જાગૃત કરી બેંગ્લોરમાં બદલાવ લાવવાનો છે. અત્યાર સુધીમાં 5000થી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. 2 ઓક્ટોબરે યોજાનાર આ કાર્યક્રમ દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની બહાર નીકળે અને નાનું આ કામ કરી શહેરને સાફ કરવામાં પોતાનો ફાળો આપે. અત્યારે વિશ્વભરમાં પ્લૉગિંગ લોકપ્રિય થઈ રહ્યો છે અને પહેલી વાર તેનું આયોજન સ્વીડનમાં થયું હતું.

નિષ્ણાંતો મુજબ માનીએ તો પ્લૉગિંગથી પણ જોગિંગની જેમ જ કેલરી ઘટે છે. બીજી બાજુ આજના સમયે પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવો પણ મહત્વનું બની ગયું છે કેમ કે પ્લાસ્ટિક વાતાવરણમાંથી પૂર્ણ રીતે સમાપ્ત કરવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગી જશે. વાતાવરણને સાફ રાખવા માટે માત્ર એક જ રસ્તો છે અને તે છે પ્લાસ્ટિકનું રિ-સાઈક્લિંગ.

આ પણ વાંચો- જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર

English summary
In a bid to clean the plastic waste in the city, a plog run event will be organised in Bengaluru on October 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X