Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. એનકાઉન્ટરને જોતા અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. એનકાઉન્ટરને જોતા અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સેનાને આ વાતની જાણકારી મળી હતી કે વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે ત્યારબાદ સેનાએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકવાદીઓએ સેના પર ગોળીઓ ચલાવી, ત્યારબાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.

army

વળી મંગળવારે સેના પર ગોળ ચલાવનાર આતંકવાદીઓન સેના સતત શોધખોળ કરી રહી છે. સેના ઈજ્જર કોટલીમાં સતત બીજા દિવસે આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મંગળવારે સેના પર આતંકવાદીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ હતુ. આ દરમિયાન આતંકવાદીઓ એક ટ્રક પર જઈ રહ્યા હતા. ત્યારબાદ સેનાએ સમગ્ર વિસ્તારને ખાલી કરી દીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે સેનાની કુપવાડાના હંદવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જે દરમિયાન સેનાએ બે આતંકવાદીઓને મારી દીધા હતા. જાણકારી અનુસાર જે બે આતંકવાદીઓએ સેનાએ માર્યા હતા તે લશ્કરના આતંકી હતા. બંને સ્થાનિક નાગરિક હતા અને જેમાંથી એક હાલમાં જ આતંકવાદી બન્યો હતો. આ ઓપરેશનમાં ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ બટાલિયન 30, સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સન બટાલિયન 92, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભાગ લીધો હતો. સેનાને જ્યારે જાણકારી મળી કે વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ છૂપાયા છે તો સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X