For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ ટામેટાના ભાવ બેકાબુ, ઈરાન પાસે માગી મદદ

પાકિસ્તાનઃ ટામેટાના ભાવ બેકાબુ, ઈરાન પાસે માગી મદદ

|
Google Oneindia Gujarati News

એક તરફ જ્યાં ભારતમાં ડુંગળી, ટામેટાના ભાવ 100 રૂપિયા સુધી પહોંચ્યા છે. તો બીજી તરફ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં ટામેટાની કિંમત 300 રૂપિયે કિલો પહોંચી છે. ભારતમાંથી ટામેટા આવવાના બંધ થયા બાદ પાકિસ્તામાં ટામેટા 180 રૂપિયે કિલોથી લઈને 300 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. બુધવારે પાકિસ્તાની સરકારે કહ્યું કે હવે તેઓ ઈરાનથી ટામેટા ખરીદવા અંગે વિચારી રહ્યા છે.

પાકિસ્તાનમાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા

પાકિસ્તાનમાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા

આ મામલે ડૉન અખબરે કહ્યું કે પાકિસ્તાનના આંકડા બ્યૂરોના પ્રમાણે ટામેટનો સરેરાશ વધુ ભાવ 180 રૂપિયા પ્રતિ કિલો છે. તો દેશના કેટલાક વિસ્તારોમાં તે 300 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રાલયના સચિવ મુહમ્મદ હાશિમ પોપાલજઈએ કહ્યું કે અમે ઈરાનથી ટામેટા આયાત કરવાની મંજૂરી આપવા અંગે વિચાર કરી રહ્યા છીએ. તેમણએ કહ્યું કે વેપારીઓ સાથેની બેઠકમાં આ પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવશે.

સરકારી નીતિઓ જવાબદાર

સરકારી નીતિઓ જવાબદાર

તમને જણાવી દઈએ કે ટામેટાના જથ્થાને અસર કરવા પાછળ ઘણા કારણો છે. ખોટા સમયે સરકારી નીતિઓ, ભઆરે વરસાદને કારણે પણ ટામેટાના ઉત્પાદનને અસર થઈ છે. કાશ્મીર મુદ્દાને લઈને ભારત સાથેનો વેપાર બંધ થવાથી પણ પાકિસ્તાનના માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.

ઈરાનથી આયાત કરાશે

ઈરાનથી આયાત કરાશે

તો બીજી તરફ અંદાજ એવો છે કે ઈરાન પાસેથી ટામેટા આયાત થવાથી થોડો સમય તો રાહત મળશે અને ત્યાં સુધી સિંધ પ્રાંતમાંથઈ ટામેટા અને ડુંગળીનો નવો પાક માર્કેટમાં આવી જશે. તો બીજી તરફ જિયો ટીવીના રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન ઈમરાન ખાનના નાણાકીય સલાહકાર અબ્દુલ હફીઝ શેખે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કરાચીના શાક માર્કેટમાં ટામેટા 17 રૂપિયે કિલોથી ઓછા ભાવે મળી રહ્યા છે.

રિપોર્ટમાં ઉલ્લેખ

રિપોર્ટમાં ઉલ્લેખ

રિપોર્ટમાં ઉલ્લેખ છે કે,'કરાચી, શાક માર્કેટમાં ટામેટા 17 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.' ત્યારે ઘટનાસ્થલે હાજર કેટલાક પત્રકારોએ તેમને કહ્યું કે ટામેટા માર્કેટમાં 240 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તો તેમણે આ વાતનું ખંડન કરતા કહ્યું કે લોકો ખોટુ બોલી રહ્યા છે. એક પત્રકારે કહ્યું,'કયા શાક માર્કેટમાં સર.' તેના જવાબમાં શેખે કહ્યું,'જાતે જઈને જોઈ લો.'

મહિન્દ્રા ટૂંક સમયમાં લાવશે થારનું પેટ્રોલ વેરિએન્ટ, જાણો કયા નવા ફિચર્સ મળશેમહિન્દ્રા ટૂંક સમયમાં લાવશે થારનું પેટ્રોલ વેરિએન્ટ, જાણો કયા નવા ફિચર્સ મળશે

English summary
tomato price in pakistan is 300 rupees per kg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X