ટામેટાના ભાવ આસમાને, એક કિલોના 120 રુપિયા, બીજા શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો

Tomato Price Hike: દેશમાં ચોમાસુ સક્રિય થતાં જ અમુક ભાગોમાં ટામેટાના છૂટક ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં ટામેટા છૂટક 120 રુપિયે પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે જથ્થાબંધ બજારમાં 70 રુપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

બીજા શાકભાજી જેવા કે ભીંડા, કેપ્સીકમ, મૂળા, કોબીજના ભાવ પણ વધી ગયા છે. શાકભાજીના વેપારીઓનુ કહેવુ છે કે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાક ખરાબ થઈ જતા ભાવમાં તેજી આવી છે.

tomato

વેપારીઓએ જણાવ્યુ કે ટામેટાના ભાવ મે મહિનામાં જથ્થાબંધ બજારમાં 3-5 રુપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 10-20 રુપિયા પ્રતિ કિલો હતો પરંતુ જૂનમાં તેમાં વધારો થયો અને હાલમાં તે 100 રુપિયાથી ઉપર ચાલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટામેટા હરિયાણા અને ઉત્તર પ્રદેશથી આવે છે પરંતુ અહીંથી ઓછી સપ્લાયના કારણે હાલમાં બેંગ્લોરથી ટામેટા આવી રહ્યા છે. હાલમાં પડેલા વરસાદના કારણે પાકને નુકશાન થતા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ વેપારીઓનુ કહેવુ છે.

નોંધનીય છે કે મેટ્રો શહેરોમાં 100 રુપિયે કિલોના આંકને વટાવી ગયો છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ટામેટાં 80 કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. કાનપુરમાં ટામેટાંનો ભાવ વધીને 100 રુપિયે કિલો થઈ ગયો છે. ગયા મહિને દિલ્હીમાં ટામેટાંનો ભાવ 10-15 રૂપિયા પ્રતિ કિલો હતો. બેંગલુરુમાં ટામેટાના ભાવ આ સપ્તાહે વધીને 125 રુપિયે પ્રતિ કિલો થઈ ગયા છે જે મેના ત્રીજા સપ્તાહમાં 40 રુપિયે કિલો હતા.

જો હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં વધુ વરસાદ પડશે તો પાકને અસર થઈ શકે છે અને ભાવ ઉંચા રહી શકે છે. ટામેટાના ભાવ આગામી દિવસોમાં વધુ રહેવાની સંભાવના નથી. નવો પાક આવશે ત્યારે ભાવમાં ઘટાડો થઈ શકે પરંતુ વરસાદ વધુ રહે તો ભાવ વધુ રહી શકે છે તેમ વેપારીઓએ જણાવ્યુ હતુ.

સોમવારે કેરળમાં આદુનો ભાવ 20,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોવાના સમાચાર સામે આવ્યા હતા. એટલે કે છૂટક કિંમતો રૂ. 200 પ્રતિ કિલોથી વધુ છે. લીંબુ અને લીલા મરચાના ભાવ પણ લોકોને પરસેવો પાડી રહ્યા છે. દેશના મોટા ભાગના ભાગોમાં ઊંચા તાપમાન, નીચા ઉત્પાદન અને વિલંબિત વરસાદને કારણે ઊંચા ભાવો જવાબદાર હોઈ શકે છે.

મે મહિનામાં ટામેટાંના ભાવ રૂ. 3-5 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા જ્યારે ભાવમાં આ રીતના ઉછાળાના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ફુગાવાની ચિંતા વધી ગઈ છે. શાકભાજીના ભાવ વધારા અંગે ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, "છેલ્લા બે દિવસમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી ટામેટાંનો પુરવઠો ઓછો છે તેમ આઝાદપુરના જથ્થાબંધ ટમેટાના વેપારી અશોક ગણોરે જણાવ્યું હતું.

તેમણે કહ્યું, ''ટામેટાં બેંગલુરુથી મંગાવવા પડે છે. તાજેતરના વરસાદ દરમિયાન જમીન પર રહેલા ટામેટાના છોડને નુકસાન થયું છે. જરૂરી નથી કે આગામી સપ્તાહોમાં પણ ઊંચા ભાવ ચાલુ રહેશે. ભાવમાં ઘટાડો થઈ શકે છે કારણ કે ઘણી નવી જગ્યાએથી ટામેટાંનો પુરવઠો ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે. જો હિમાચલ પ્રદેશ અને અન્ય વિકસતા પ્રદેશોમાં ભારે વરસાદ થાય છે, તો ઊંચા ભાવ યથાવત રહી શકે છે."

શાકભાજીના નીચા ભાવને કારણે ખેડૂતોએ ઉત્પાદનમાં પણ ઘટાડો કર્યો હતો, પરિણામે ઉત્પાદન ઓછું થયું હતું. મહારાષ્ટ્રના નારાયણગાંવ પ્રદેશના ખેડૂત અજય બેલ્હેકરે જણાવ્યું હતું કે, "સારા ભાવ ન મળવાને કારણે, ખેડૂતોએ જંતુનાશકોનો છંટકાવ કર્યો ન હતો કે ખાતરનો ઉપયોગ કર્યો ન હતો."

તેમણે કહ્યું કે જીવાતો અને રોગોના ઉપદ્રવમાં વધારો થવાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. હાલમાં ગુજરાત, રાજસ્થાન અને કોલકાતા અને દિલ્હીથી ટામેટાં સપ્લાય કરવાના પ્રયાસો ચાલુ છે. મીડિયા અહેવાલો અનુસાર, ગયા વર્ષે ટામેટાની વાવણી ઓછી હતી કારણ કે મોટાભાગના ખેડૂતો કઠોળ તરફ વળ્યા હતા, જેની કિંમત ગયા વર્ષે ઉંચી હતી.

ટામેટાની અછતને કારણે ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંના ફૂડ મેનુ પર પણ ભાવમાં વધારો થવાની ધારણા છે. બહાર ખાનારા ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X