Top 10 Companies : આ છે માર્કેટ કેપમાં ભારતની સૌથી મોટી કંપનીઓ
શેરબજારના સારા પર્ફોર્મન્સે દેશની ટોચની કંપનીઓની માર્કેટ કેપમાં મોટો વધારો કર્યો છે. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 ના માર્કેટ કેપમાં 2.90 લાખ કરોડનો વધારો થયો છે.
આનો સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો છે. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપ એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, LIC, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ની માર્કેટ કેપમાં વધારો થયો છે.

માત્ર ભારતી એરટેલ અને ITCના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. પાછલા સપ્તાહ દરમિયાન બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ 1,384.96 પોઈન્ટ અને 1.95 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં કુલ 2,90,267.98 કરોડનો વધારો નોંધાયો છે. ગયા સપ્તાહે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 1,38,290.85 કરોડ વધીને 19,72,028.45 કરોડ થયું હતું.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપ 57,867.9 કરોડ વધીને 14,51,307.84 કરોડ થયું છે. SBIનું માર્કેટ કેપ 33,467.29 કરોડ વધીને 5,80,456.76 કરોડ થયું છે.
આ સિવાય લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું માર્કેટ કેપ 26,153.87 કરોડ વધીને 5,97,490.91 કરોડ થયું છે. ICICI બેન્કનું માર્કેટ કેપ 10,522.67 કરોડ વધીને 7,19,033.83 કરોડ થયું છે. જ્યારે ઈન્ફોસિસનું માર્કેટ કેપ 9,566.79 કરોડ વધીને 7,03,024.44 કરોડ થયું છે.
HDFC બેન્કનું માર્કેટ કેપ 8,771.34 કરોડ વધીને 10,98,772.65 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ 5,627.27 કરોડ વધીને 5,76,601.44 કરોડ થયું છે.
જ્યારે ITCનું માર્કેટ કેપ 18,931.64 કરોડ ઘટીને 5,49,330.64 કરોડ થયું. આ સિવાય ભારતી એરટેલનું માર્કેટ કેપ 5,231.18 કરોડ ઘટીને 6,47,176.65 કરોડ રહી ગયું છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓ
રિલાયન્સ: 19.72 લાખ કરોડ
TCS: 14.51 લાખ કરોડ
HDFC બેન્ક: 10.98 લાખ કરોડ
ICICI બેન્ક: 7.19 લાખ કરોડ
Infosys: 7.03 લાખ કરોડ
ભારતી Airtel: 6.47 લાખ કરોડ
LIC: 5.97 લાખ કરોડ
SBI: 5.80 લાખ કરોડ
હિન્દુસ્તાન યુનિલિવરઃ 5.76 લાખ કરોડ
ITC: 5.49 લાખ કરોડ
શું હોય છે માર્કેટ કેપ?
શેરની માર્કેટ કેપની ગણતરી કરવાની પદ્ધતિ એકદમ સરળ છે. શેરબજારમાં કંપનીના શેરની સંખ્યા એક જગ્યાએ લખો. આ પછી આ સંખ્યાને શેરનો દર જે પણ હોય તેનાથી ગુણાકાર કરો. હવે જે પણ નંબર આવશે તે કંપનીનું માર્કેટ કેપ કહેવાશે.












Click it and Unblock the Notifications
