દુનિયાના 10 સૌથી મોંઘા ઘર, અંબાણીનું ઘર કયા નંબરે છે જાણો?

Posted By:
Subscribe to Oneindia News

જ્યારે પણ આપણે કોઇ મોટા સેલેબ્રિટી કે બિઝનેસમેનને જોઇએ છીએ ત્યારે મનમાં એક સવાલ તો ચોક્કસથી થાય છે કે જો તેમની પાસે આટલો બધો પૈસો છે તો તેમનું ઘર કેટલું વૈભવી અને વિશાળ હશે? ચોક્કસથી મોટા લોકોની મોટી વાતો હોય છે. તે લોકો તેમના સ્ટેટસ મુજબ તેમના ઘરને પણ વૈભાવી રાખે છે. ભારતમાં જાણીતા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીનું ઘર આવું જ એક ઘર છે જેને દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક માનવામાં આવે છે. ત્યારે આજે અમે તમને તેવા 10 ઘરો વિષે જણાવીશું જે દુનિયાના સૌથી મોંઘા ઘર છે. અને તેમાં આપણા મુકેશભાઇ અંબાણીના ઘરનો નંબર પણ છે. તો જાણો આ અંગે વિગતવાર અહીં...

બકિંઘમ પેલેસ

બકિંઘમ પેલેસ

બ્રિટનમાં બકિંઘમ પેલેસની કિંમત છે 1,560,000,000 ડોલર. તેમાં કુલ 775 રૂમ છે. જેમાંથી 52 શાહી બેડરૂમ અને 188 સ્ટાફ બેડરૂમ. આ શાહી મહેલમાં 92 ઓફિસ પણ છે. અને તે 77 હજાર સ્કેવ મીટરમાં ફેલાયેલું છે. આ પેલેસની અધિકૃત માલિકીન હાલ રાણી એલિઝાબેથ બીજા છે. અને તે લંડનમાં આવેલ છે. દર વર્ષે માટે મોટી સંખ્યામાં લોકો આ પેલેસ જોવા દુનિયાભરથી આવે છે.

એન્ટીલિયા

એન્ટીલિયા

મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા 27 માળનું છે. જે મુંબઇમાં આવેલું છે. મુંબઇના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા આ બ્લિડિંગમાં 168 જેટલી કાર પાર્ક થઇ શકે છે. આના ટેરેસ પર ત્રણ હેલીપેડ છે. 1 અરબ ડોલરના ખર્ચે બનાવેલ આ 27 માળનું બ્લિંડિંગ એક વૈભાવ બ્લિડિંગ છે. જેમાં મંદિર, બગીચા, હોમ થિયેટર, હેલ્થ સેન્ટર જેવી અનેક આધુનિક સુવિધાઓ છે. તે 40,000 સ્કેવાયર ફીટમાં બનેલો છે.

ક્ટિોરીયન હાઉસ

ક્ટિોરીયન હાઉસ

આ વિક્ટોરિયન ઘરની કિંમત 980 મિલિયન ડોલર છે. આ ઘરમાં જીમથી લઇને સિનેમા સુધીની સુવિધાઓ છે. 5 માળના આ ઘરના તમામ ફ્લોરમાં તમામ પ્રકારની હાઇ ટેક્નોલોજી વાળા ઇક્વિપમેન્ટ છે. આ ઘર યુક્રેનની વેપારી મહિલા એલના ફ્રાંચુકાના નામે છે.

મૈસન DL Amity

મૈસન DL Amity

આ ઘર ડોનાલ્ડ ટ્રંપનું છે જે તેમણે 2008માં ખરીદ્યું હતું. આ ઘર અમેરિકાના પામ બીચ પર આવેલ છે. જેને ફ્રેન્ડશીપ હાઉસ પણ કહેવાય છે અને તે આ નામે પ્રખ્યાત છે. આ ઘરમાં બુલેટ પ્રૂફ વિન્ડો લાગેલી છે. અને 60 હજાર સ્કેવાર ફિટમાં બનેલા આ ઘરની કિંમત 913 મિલિયન ડોલર છે.

અમેરિકાનું હાલા રાંચ

અમેરિકાનું હાલા રાંચ

અમેરિકાના કોલેરાડોમાં આવેલ આ ઘરને 2006માં સાઉદી અરબ સુલ્તાનને વેચવામાં આવ્યું હતું. તેમાં 15 શાહી બેડરૂમ છે. અને તેની કિંમત 821 મિલિયન ડોલર છે. આ ઘર 56 હજાર સ્કેવેરવાયર ફીટ છે.

વિલા લિયોપોલ્ડા

વિલા લિયોપોલ્ડા

ફ્રાંસમાં બનેલા આ ઘરનો માલિક રશિયાનો અરબપતિ પ્રોખોરોવ છે. આ ઘરની કિંમત 457 મિલિયન ડોલર છે. આ ઘર 29 હજાર સ્કેવરફૂટ છે. જેમાં 11 બેડરૂમ અને બાથરૂમ છે. લાકડામાંથી બનેલા આ સુંદર ઘર અને તેની આગળથી નીકળતો પાણીનો પ્રવાહ આ ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.

ઇલિયન એસ્ટેટ

ઇલિયન એસ્ટેટ

આ ઘરની કિંમત 200 મિલિયન ડોલર છે. આ ઘર કેલિફોર્નિયામાં આવેલ છે. આ ઘરમાં ટી હાઉસ છે. બાથ હાઉસ છે. એક તળાવ છે. આ ઘરના માલિક ઓરેકલ કંપનીના કો ફાઉન્ડર લેરી એલિસન છે.

પેન્ટહાઉસ

પેન્ટહાઉસ

6 હજાર સ્કેવાયર ફીટમાં આવેલા આ ઘરમાં તમામ ફ્લેટ ખૂબ જ મોંધા છે. આ ઘર બુલેટ પ્રુફ છે. અને તેની કિંમત 137 મિલિયન ડોલર છે.

અનાડુ

અનાડુ

અનેક વર્ષો સુધી દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે નામ નોંધાવનાર બિલ ગેટ્સનું અનાડુ આ લિસ્ટમાં છેલ્લા ક્રમે છે. વોશિંગ્ટનમાં બિલ ગેટ્સનું ઘર અનાડુ આવેલ છે. અહીં 60 ફીટનો પુલ બનેલો છે. અને તેમાં અંડર વોટર મ્યૂઝિક સિસ્ટમ છે. આ ઘરની કિંમત 125.5 મિલિયન ડોલર છે.

English summary
Top 10 Most Expensive Houses In The World. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.