Trump Tariff War : અમેરિકા-ચીન ટેરિફ યુદ્ધ ચરમ પર, ટ્રમ્પે વધુ એક વખત ટેરિફ વધાર્યો
Trump Tariff War: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટેરિફ નીતિને વધુ આક્રમક બનાવતાં ચીન પરથી આયાત થતાં માલ પર હવે 245 ટકા સુધીનો ટેરિફ લગાવાનો નિર્ણય લીધો છે.
અગાઉ આ દર 145 ટકા હતો, જેમાં હવે વધારાની 100 ટકાની વધારાથી આ કુલ 245 ટકા થયો છે. આ વધારા સાથે બન્ને દેશો વચ્ચે મામલો વધારે ગુચવાયો છે.

અમેરીકી વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, આ પગલું ચીનની તાજેતરની નિકાસ નીતિ સામે જવાબરૂપ છે. થોડા સમય પહેલા ચીને ગેલિયમ, જર્મેનિયમ અને અન્ય રેઅર-અર્થ મટિરિયલ્સના નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. આ મટિરિયલ્સ ઘણી હાઈ-ટેક અને સૈનિક વસ્તુઓમાં ઉપયોગી છે.
ટ્રમ્પે અગાઉ પણ ત્રણ તબક્કામાં ચીની માલ પર ટેરિફ લગાવ્યો હતો અને ચીન પણ તેના જવાબમાં અમેરિકાના ઉત્પાદનો પર 125 ટકા સુધીનો ટેરિફ મૂકી ચૂક્યું છે. આથી ટ્રમ્પના તાજેતરના પગલાને ટેરિફ યુદ્ધના આગલા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
બાકીના દેશો માટે ટ્રમ્પ સરકારે થોડોક લવચીક અભિગમ અપનાવ્યો છે. ભારત સહિતના દેશોને આગામી 90 દિવસ સુધી ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે, જો કે 10 ટકા ટેરિફ લાગુ રહેશે.
આ સત્તાવાર ઘોષણાઓના પડઘા રૂપે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંધિ શક્ય બને તેવી અફવાઓ પણ ઉડી રહી છે. બેકડોર ચર્ચાઓ શરૂ થઇ ગઈ હોવાનું માનવામાં આવે છે.
ચીન સાથે ટેન્શન વચ્ચે અમેરિકા વધુ દેશો સાથે વેપાર વૃદ્ધિ તરફ ધસી રહ્યું છે અને ભારત માટે આ મોટો અવસર સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
