For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની 29 કંપનીઓને દેશની ટોચની 500 કંપનીઓમાં સ્થાન

|
Google Oneindia Gujarati News

ભારતની ટોચની 500 કંપનીઓની યાદીમાં ગુજરાતની 29 કંપનીઓએ સ્‍થાન હાંસલ કર્યું છે. ડન એન્‍ડ બ્રાડસ્‍ટ્રીટ દ્વારા જારી કરાયેલા એક અહેવાલમાં રજૂ કરાયેલી આ યાદીમાં સ્‍થાન પામેલી ગુજરાતની કંપનીઓમાં અદાણી જૂથ, ટોરેન્‍ટ ગ્રૂપ અને રાજય સરકારની માલિકીની કેટલીક કંપનીઓનો સમાવેશ થાય છે.

દેશની ટોચની 500 કંપનીઓની યાદી તૈયાર કરવા માટે વિવિધ માપદંડોને ધ્‍યાનમાં લેવાયાં હતાં. જેમાં કંપનીની કુલ આવક, ચોખ્‍ખો નફો તથા કુલ સંપત્તિ સહિતના માપદંડોને આવરી લેવાયા હતા. આ કંપનીઓમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રની કંપનીઓને આવરી લેવામાં આવી હતી.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ વિશ્વની અગ્રણી ગ્લોબલ બિઝનેસ ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ ઇન્સાઇટની સુવિધા પુરી પાડતી રિસર્ચ ફર્મ છે. ફર્મના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ 2013-14માં અનેક આર્થિક પડકારો છતાં કંપનીઓ ઓછામાં ઓછો 8 ટકાનો વૃદ્ધિદર જાળવવામાં સફળ રહી છે. અહીં આપેલી 500 કંપનીઓ જુદા જુદા 57 સેક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે.

રિપોર્ટમાં નોંધાયું છે કે ભારતની ટોચની 500 કંપનીઓમાંથી 288 કંપનીઓ દેશમાં ઓર્ગેનાઇઝ સેક્ટરમાં 10 ટકાની રોજગારી આપવાનો હિસ્સો પણ ધરાવે છે. આ કંપનીઓ દેશના જીડીપીમાં 20 ટકાનો હિસ્સો આપે છે. ઉપરાંત વિશ્વમાં બ્રાન્ડ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતી 30 ટકા નિકાસ પણ આ કંપનીઓ જ કરે છે.

આવો જાણીએ ગુજરાતની કઇ 29 કંપનીઓ ભારતની ટોપ 500 કંપનીઓમાં સ્થાન પામી છે...

1

1

રાજય સરકારની માલિકીની કંપનીઓ


ગુજરાત સ્‍ટેટ ફર્ટિલાઇઝર્સ એન્‍ડ કેમિકલ્‍સ (જીએસએફસી)
ગુજરાત મિનરલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (જીએમડીસી)
ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રીઝ પાવર કંપની લિ. (જીઆઇપીસીએલ)
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્‍ડ કેમિકલ્‍સ લિમિટેડ

2

2

ખાનગી કંપનીઓ


અદાણી એન્‍ટરપ્રાઇઝિસ
અદાણી પોર્ટ એન્‍ડ સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોન
અદાણી પાવર

3

3

ખાનગી કંપનીઓ


ટોરેન્‍ટ પાવર
અરવિંદ લિમિટેડ
કેડિલા હેલ્‍થકેર

4

4

ખાનગી કંપનીઓ

અદાણી એન્‍ટરપ્રાઇઝિસ લિમિટેડ
ગુજરાત પેટ્રોનેટ
ટોરેન્‍ટ ફાર્મા

5

5

ખાનગી કંપનીઓ


કેડિલા હેલ્‍થકેર લિમિટેડ
ફેગ બેરિંગ્‍સ ઇન્‍ડિયા લિમિટેડ
ગાર્ડન સિલ્‍ક મિલ્‍સ લિમિટેડ

6

6

ખાનગી કંપનીઓ


જીએચસીએલ લિમિટેડ
ગોકુલ રિફોઇલ્‍સ અને સોલ્‍વન્‍ટ લિમિટેડ
ગુજરાત આલ્‍કલીઝ એન્‍ડ કેમિકલ્‍સ લિમિટેડ

7

7

ખાનગી કંપનીઓ


ગુજરાત અંબુજા એકસ્‍પોટર્સ લિમિટેડ
ગુજરાત ગેસ કંપની લિમિટેડ
ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રીઝ પાવર કંપની લિમિટેડ

8

8

ખાનગી કંપનીઓ


રત્‍નમણિ મેટલ્‍સ એન્‍ડ ટયૂબ્‍સ લિમિટેડ
સદભાવ એન્‍જિનિયરિંગ લિમિટેડ
સાંધી ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ

9

9

ખાનગી કંપનીઓ


સિન્‍ટેકસ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ
સુમિત ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ
સ્‍ટાઇરોલ્‍યુશન એબીએસ લિમિટેડ
લિન્‍ડ ઇન્‍ડિયા લિમિટેડ

English summary
Twenty nine Gujarat companies among top 500 in India: Dun and Bradstreet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X