Union Budget 2022 Live: ભારત આજે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક છે - રાષ્ટ્રપતિ
Union Budget 2022 Live: આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે
સંસદનું બજેટ સત્ર આજે શરૂ થવાનું છે, જેમાં પેગાસસ જાસૂસીના આક્ષેપો, ખેડૂતોનો મુદ્દો, ચીન સાથેનો સરહદનો વિવાદ વગેરે મુદ્દે વિપક્ષ ભારે તોફાન મચાવે તેવી સંભાવના છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં નિર્ણાયક વિધાનસભા ચૂંટણી વચ્ચે આ સત્ર યોજાઈ રહ્યું છે. જ્યાં ભાજપ તેના પ્રતિસ્પર્ધીઓ સાથે કડવી ચૂંટણીની હરીફાઈમાં છે, અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેની અસર સંસદની કાર્યવાહી પર પડશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2021-22 માટેનો આ્થિક સર્વેક્ષણ રજૂ કરશે, જેના એક દિવસ બાદ તેઓ સંસદમાં કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ આ વર્ષે સિંગલ વોલ્યુમ રિપોર્ટ બનવાની ધારણા છે, જેમાં અંદાજે ગયા વર્ષ માટે 9 ટકાની વૃદ્ધિનો અંદાજ છે.

READ MORE












Click it and Unblock the Notifications
