For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી શરુ થઈ રહ્યુ છે સંસદનુ બજેટ સત્ર, જાણો પહેલા દિવસે શું-શું થશે?

આજથી સંસદનુ બજેટ સત્ર શરુ થઈ રહ્યુ છે. જાણો પહેલા દિવસે શું-શું થશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજથી સંસદનુ બજેટ સત્ર શરુ થઈ રહ્યુ છે. રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદ બંને ગૃહોમાં આજે સંબોધિત કરશે. આ સાથે જ બજેટ સત્રની શરુઆત થઈ જશે. બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન વચમાં એક મહિનાનો અવકાશ પણ હશે. મહત્વની વાત છે કે બજેટ સત્ર કોરોનાની ત્રીજી લહેર વચ્ચે થઈ રહ્યુ છે. એવામાં મહામારીને જોતા બજેટ સત્ર માટે વધુ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવશે જેનાથી સંસદના સભ્યોને સુરક્ષિત રાખી શકાય.

nirmala

આ વખતે બજેટ સત્રના સમયમાં પણ અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યસભા સવારે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી કામ કરશે જ્યારે લોકસભા સાંજે 4 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી કામ કરશે. એટલુ જ નહિ ગૃહની અંદર બેસવાની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સભ્યોના લોકસભા ચેમ્બર, લોકસભા ગેલેરી, રાજ્યસભા ચેમ્બર અને રાજ્યસભા ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિનુ સંબોધન આજે સવારે 11 વાગે શરુ થશે. ત્યારબાદ લોકસભાનુ કામકાજ શરુ થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે જેને મુખ્ય આર્થિક સલાહકારે તૈયાર કર્યુ છે. આ આર્થિક સર્વેમાં સરકારના કામકાજને બતાવવામાં આવે છે. સાથે જ સરકાર સામે આગળ શું પડકારો છે અને તેનો કઈ રીતે સામનો કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યુ છે કે આર્થિક સર્વેમાં કોરોનાના કારણે દેશની બગડેલી અર્થવ્યવસ્થાને સુધારવાની કોશિશ કરવામાં આવશે. બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23 નાણાંકીય વર્ષનુ બજેટ રજૂ કરશે અને બજેટ ભાષણ આપશે. નાણામંત્રી નિર્મલા સીતારણને લાંબા ભાષણ માટે ઓળખવામાં આવે છે. 2019માં તેમણે બે કલાક 15 મિનિટનુ ઐતિહાસિક બજેટ ભાષણ આપ્યુ હતુ પરંતુ 2020માં તેમણે પોતાના રેકોર્ડને તોડીને 162 મિનિટનુ લાંબુ બજેટ ભાષણ આપ્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે વર્ષે પણ તેમનુ ભાષણ લાંબુ હોઈ શકે છે. બજેટ સત્રનો પહેલો હિસ્સો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ 13 માર્ચથી બજેટ સત્રનો બીજો હિસ્સો હશે.

English summary
Union Budget 2022: What will happen on the first day, Know everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X