UPI News : હવે કાર્ડ વગર UPI દ્વારા ATM માંથી ઉપાડી શકાશે રૂપિયા, જાણો કેવી રીતે?
ઘણી વખત તમે એટીએમ કાર્ડ ઘરે ભુલી જવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાવ છો. જો કે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે એટીએમની જરૂર છે તે દિવસો હવે પુરા થવા જઈ રહ્યા છે.
UPI આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. જો કે મોટાભાગના લોકો તેનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા અથવા QR કોડ સ્કેન કરવા અને સ્ટોર પર ચૂકવણી કરવા માટે કરે છે. પરંતુ UPI નો ઉપયોગ માત્ર ચૂકવણી પૂરતો મર્યાદિત નથી.

હવે તમે UPI નો ઉપયોગ કરીને ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે ATM માં UPI દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપી કરી છે.
આરબીઆઈએ જાહેરાત કરી છે કે ગ્રાહકો ટૂંક સમયમાં UPI એપ દ્વારા બેંકો અને ATMમાં કેશ ડિપોઝીટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે.
5 એપ્રિલે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે માહિતી આપી કે કેશ ડિપોઝિટ મશીનો દ્વારા રોકડ ડિપોઝિટ મુખ્યત્વે ડેબિટ કાર્ડના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે.
ATM પર UPI નો ઉપયોગ કરીને કાર્ડલેસ રોકડ ઉપાડથી મેળવેલા અનુભવને ધ્યાનમાં લેતા હવે UPI નો ઉપયોગ કરીને CDMમાં રોકડ જમા કરવાની સુવિધા પ્રદાન કરવાનો પ્રસ્તાવ છે.
ATMમાં UPI દ્વારા રૂપિયા કેવી રીતે રીતે જમા કરવા?
સર્વત્ર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને એમડી મંદાર અગાશેએ જણાવ્યું કે UPIને રોકડ જમા કરવાની સુવિધા માટે સક્ષમ કરવું UPI માટે અત્યંત ઉપયોગી છે. હાલમાં કેશ ડિપોઝિટની સુવિધા મેળવવા ડેબિટ કાર્ડ દાખલ કરવું પડે છે. પિન દાખલ કરવો પડે છે અને ATM અથવા CDM પર રોકડ જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડિપોઝિટ'વિકલ્પ પસંદ કરવો પડે છે.
આગળ જતાં આ એક કાર્ડ-લેસ પ્રક્રિયા હશે, વપરાશકર્તાએ ફક્ત તે બેંક ખાતામાં UPI સક્ષમ હોવું જરૂરી છે. આનાથી બેંકિંગ વ્યવહારો-સીડીએમ UPI દ્વારા ચૂકવણી કરવા જેટલું સરળ બનશે. હાલમાં તમે UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. પ્રક્રિયા એકદમ સરળ છે.
UPI દ્વારા ATMમાંથી કેશ કેવી રીતે ઉપાડવા?
સૌ પ્રથમ તમારે UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોકડ ઉપાડવા માટે UPI-સક્ષમ ATM શોધવાની જરૂર પડશે. ઘણી બેંકો UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે. તમારે ફક્ત એટીએમ સ્ક્રીન પર UPI વિડ્રોવર વિકલ્પ પસંદ કરવાનું છે. પછી તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરવા માટે તમને કહેવામાં આવશે. રકમ દાખલ કર્યા પછી સ્ક્રીન પર સિંગલ-યુઝ ડાયનેમિક QR કોડ પ્રદર્શિત થશે. તમારે તમારી UPI એપ દ્વારા QR કોડ સ્કેન કરવાનો રહેશે.
આગળ તમારી UPI એપ્લિકેશન તમને ઉપાડની સમકક્ષ રકમ ચૂકવવા માટે સંકેત આપશે. તમારે લિંક કરેલ બેંક એકાઉન્ટ પસંદ કરવાની અને UPI પિન વડે વ્યવહારને અધિકૃત કરવાની જરૂર છે. એકવાર ટ્રાન્ઝેક્શન અધિકૃત થઈ ગયા પછી તમને એટીએમમાંથી રોકડ મળશે.












Click it and Unblock the Notifications
