For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેલેન્ટાઇન ડે: અધધધ...ભારતમાં 15 અરબનો વેપાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

valentines-day
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: એક વેપારી સંઘે દેશમાં વેલેન્ટાઇન ડેના દિવસનો વેપાર 15 અરબ રૂપિયા (2.7 કરોડ ડોલર) આંક્યો છે. સંઘે પોતાના તારણ સુધી પહોંચવા માટે સર્વેક્ષણમાં મોટા શહેરોની 800 કંપનીઓના અધિકારીઓ તથા 150 શિક્ષણ સંસ્થાઓના 1,000 વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરી હતી.

એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચૈમ) કહ્યું હતું કે બજારનો આકાર એટલો મોટો તે માટે છે કારણ કે વેલેન્ટાઇન ડે એક દિવસનો તહેવાર નથી, પરંતુ એક અઠવાડિયા સુધી ચાલનાર ઉત્સવ છે.

આ ઉત્સવ સાત ફેબ્રુઆરીથી રોજ ડેથી શરૂ થાય છે. ત્યારબાદ પ્રપોજલ ડે, ચોકલેટ ડે, ડેડી ડે, પ્રોમીસ ડે, કિસ ડે, હગ ડે, અને અંતે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે છે. એસોચૈમે કહ્યું હતું કે વેલેન્ટાઇન ડે માટે એક પુરૂષ એજ મહિલાની અપેક્ષા બે ગણી વધારે સમય ખર્ચ કરે છે.

સર્વે અનુસાર કોલ સેન્ટરો, આઇટી કંપનીઓ અને મોટી કંપનીઓમાં કામ કરનાર યુવાનો આ દિવસે 1,000 રૂપિયાથી માંડીને 5,000 રૂપિયા વચ્ચે ખર્ચ કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ 500 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધી ખર્ચ કરે છે.

એસોચૈમના મહાસચિવ ડી.એસ.રાવતે કહ્યું હતું કે આ વર્ષે વેલેન્ટાઇન ડે અઠવાડિયમાં ખર્ચ ગત વર્ષના 12,000 કરોડ કરતાં 20 ટકા વધારે થશે. રાવતે કહ્યું હતું કે વેલેન્ટાઇન ડે અઠવાડિયામાં ગત ચાર-પાંચ વર્ષોથી ખરીદીમાં વધારો થતો જાય છે.

English summary
An industry body has valued the Valentine's Day market in India at USD 27 million (Rs.15 billion) based on a survey involving 800 executives in major metros.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X