નીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર
નીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે સરકારને ખાનગી કંપનીઓને ભરોસામાં લેવાની સલાહ આપી છે. રાજીવ કુમારે કહ્યું કે કોઈએ પણ પાછલા 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો નથી કર્યો જ્યારે આખી નાણાકીય પ્રણાલી જોખમમાં છે. મોદી સરકાર ભલે જીએસટી અને નોટબંધીથી દેશને ફાયદો થતો હોવાનું રટણ રટી રહ્યા હોય પરંતુ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારનું માનવું છે કે નોટબંધી અને જીએસટી બાદ રોકડ સંકટ વધ્યું છે.

ઈકોનોમી તળિયે બેઠી
રાજીવ કુમારે આગળ કહ્યું કે આજે કોઈ કોઈના પર પણ ભરોસો નથી કરી રહ્યું. પ્રાઈવેટ સેક્ટરમાં કોઈ લોન આપવા માટે તૈયાર નથી, સૌકોઈ રોકડ દબાવીને બેઠા છે. આની સાથે જ રાજીવ કુમારે સરકારને લીકથી હટી કંઈક પગલાં ઉઠાવવાની સલાહ આપી. રાજીવ કુમાર મુજબ નોટબંધી, જીએસટી અને આઈબીસી બાદ હાલાત બદલી ગયા છે. પહેલા 3 ટકા કેશ ઉપલબ્ધ હતા, જે બહુ બહુ ઘટી ગઈ છે. આ બદા કારણોસર સ્થિતિ ભારે જટિલ થઈ ગઈ છે.
|
સોચ બદલવી પડશે
રાજીવ કુમારે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે હાલમાં જ મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને માઈન્ડસેટ બદલવાની સલાહ આપી છે. સુબ્રમણ્યમે પ્રાઈવેટ કંપનીઓને કહ્યું કે એક એડલ્ટ વ્યક્તિ સતત પોતાના પિતા પાસેથી મદદ ન માંગી છે. તમારે આ સોચ બદલવી પડશે. તમે એવી સોચ ન અપનાવી શકો કે ફાયદો થાય તો મારો અને નુકસાન થાય તો તમારા બધાનું.

સમજ્યા વિના આપેલ લોનનું પરિણામ
અર્થવ્યવસ્થામાં સુસ્તીને લઈ રાજીવ કુમારે કહ્યું કે આ 2009-14 દરમિયાન વિચાર્યા વિના આપેલ લોનનું પરિણામ છે. આનાથી 2014 બાદ નૉન પરફોર્મિંગ એસેટ વધી છે. આ કારણે જ બેંકોની નવી લોન આપવાની ક્ષમતા ઘટી ગઈ છે. આ કમીની ભરપાઈ બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓએ કરી. આમના દેવામાં 25 ટકાનો વધારો થયો છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે નાણાકીય ક્ષેત્રમાં દબાણથી નિપટવા અને આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે કેન્દ્રીય બજેટમાં કેટલાંક પગલાં ભરવાની ઘોષણા થઈ ચૂકી છે.












Click it and Unblock the Notifications
