VGGS 2024: 98,540 પ્રોજેક્ટ્સ માટે 45 લાખ કરોડના એમઓયુ થયા
VGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિમાં એમઓયુમાં રેકોર્ડ બનાવ્યો અને રોકાણનું વચન આપ્યું હોવાનું ભારપૂર્વક જણાવતા, રાજ્ય સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે બુધવારના રોજ જણાવ્યું હતું કે, રૂપિયા 45 લાખ કરોડના રોકાણ સાથેના 98,450 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 135 વિદેશી કંપનીઓ કાર્યરત છે, જેમાંથી 100 ફોર્ચ્યુન 500 કંપનીઓ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સાથે 2 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં સ્થપાયેલા ગ્લોબલ ટ્રેડ શોની 3 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ટ્રેડ શોમાં વિવિધ ક્ષેત્રોના પ્રદર્શકોએ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા યુગના ક્ષેત્રો માટે ઘણા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 2022 VGGS ખાતે 57,241 પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 18.87 લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે કોવિડ-19 રોગચાળાને કારણે મુલતવી રાખવા પડ્યા હતા.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં યોજાયેલી VGGSની દસમી આવૃત્તિ માટે રૂપિયા 26.33 લાખ કરોડના 41,299 પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુલ મળીને, 45.20 લાખ કરોડના મૂલ્યના 98,40 પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે એક રેકોર્ડ છે.
રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, VGGSની દસમી આવૃત્તિમાં 140 દેશોમાંથી 61,000 થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી, જેમાં વિવિધ વિષયો પર 150 સેમિનાર યોજાયા હતા. આ ઉપરાંત સમિટમાં 2,862 B2B બેઠકો અને 1,368 B2G બેઠકો યોજાઈ હતી. સૌથી અગત્યનું, સેમિકન્ડક્ટર, ઇ-મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને તેના જેવા ક્ષેત્રોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.












Click it and Unblock the Notifications
