For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વિજય માલ્યાએ પૈસા ક્યાં છુપાવ્યા હતા, તપાસમાં થયો ખુલાસો

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અને યુનાઈટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ લિમિટેડ સહિત કિંગફિશર એરલાઈનના પ્રમોટરો પાસે જુદી જુદી પબ્લિક લિમિટેડ કંપનીના શેર તરીકે મોટા પ્રમાણમાં સંપત્તિ હતી

|
Google Oneindia Gujarati News

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અને યુનાઈટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ લિમિટેડ સહિત કિંગફિશર એરલાઈનના પ્રમોટરો પાસે જુદી જુદી પબ્લિક લિમિટેડ કંપનીના શેર તરીકે મોટા પ્રમાણમાં સંપત્તિ હતી, પરંતુ માલ્યાએ આ સોર્સ દ્વારા બેન્કની બાકી રકમ ચૂકવવાની તૈયારી ન દર્શાવી. બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈનની તપાસમાં ઈડીએ આ ખુલાસો કર્યો છે.

ઈડીની તપાસમાં ખુલાસો

ઈડીની તપાસમાં ખુલાસો

મની લોન્ડરિંગ એક્ટ, 2002 મુજબ ઈડીની તપાસમાં ખુલાસો થયો કે વિજય માલ્યા અને UBHL પાસે જુદી જુદી પબ્લિક લિમિટેડ કંપનીના 3,847.45 કરોડના શૅર હતા. હકીકતમાં UBHL,યુનાઈટેડ સ્પિરિટ, યુનાઈટેડ બ્રેવરીઝ અને મૈકડોવેલના શેરમાં માલ્યાના કુલ 1,773.49 કરોડ રૂપિયા હતા તો યુટીઆઈ ઈન્વેસ્ટર્સ સર્વિસિઝ પાસે 1,653 કરોડ રૂપિયાના શેર ગિરવે હતા.

આવી રીતે કરી ચાલાકી

આવી રીતે કરી ચાલાકી

ઈડીની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુટીઆઈ ઈન્વેસ્ટર્સ સર્વિસિસ પાસે વિજય માલ્યાના ગિરવે પડેલા શેર્સ વેચાયા નથી, પરંતુ તેની અવેજીમાં ચૂકવણી થઈ ચૂકી છે. એટલે કે બેન્ક પોતાની બાકી રકમની અવેજીમાં શેર્સ જપ્ત નથી કરતી કારણકે નિયમ પ્રમાણે આ રીતે શેર્સનું હસ્તાંતરણ ન થઈ શકે.

લોન ચૂકવવાનો ઈરાદો નહોતો

લોન ચૂકવવાનો ઈરાદો નહોતો

ઈડીના અસ્થાયી જપ્તીના આદેશ પ્રમાણે તપાસ રિપોર્ટમાં કહેવાયું હતું, 'ફરી એકવાર સાબિત થાય છે કે માલ્યા બેન્કોને બાકી પૈસા ચૂકવવા નહોતા માગતા. જો તેઓ લોન ચૂકવવા માગતા હતા તો તેમની પાસે પડેલા આ શેરનો ઉપયોગ તેઓ કરી શક્તા હતા.' ઈડીની તપાસમાં UBHL સહિત માલ્યાના સામ્રાજ્યમાં બનાવાયેલી નકી અને રોકાણ કંપનીઓની નિષ્ઠા પર પણ સવાલ ઉઠ્યા છે.

હજારો કરોડની કિંમતના શેર

હજારો કરોડની કિંમતના શેર

આમાંથી કેટલીક કંપનીઓના શેરની કિંમત 3,822 કરોડ હતી, પરંતુ માલ્યાએ જપ્તીથી બચવા આ કંપનીમાં પોતાનો હિસ્સો હોવાનો ખુલાસો ન કર્યો. આ કંપનીઓના લિસ્ટમાં દેવી ઈન્વેસ્ટમેન્ટ, કિંગફિશર ફિન્વેસ્ટ, મેકડોવેલ હોલ્ડિંગ્સ, ફાર્મા ટ્રેડિંગ કંપની, જેમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ, વોટ્સન લિમિટેડ, વિટ્ઠલ ઈન્વેસ્ટમેન્ટ, કામાસ્કો ઈન્ડસ્ટ્રીઝ, ફર્સ્ટ સ્ટાર્ટ ઈંક અને માલ્યા પ્રાઈવેટ લિમિટેડ છે.

નકલી કંપનીઓનો ખુલાસો

નકલી કંપનીઓનો ખુલાસો

આ કંપનીઓની તપાસમાં ખુલાસો થયો છે કે યૂબી ગ્રૂપ કે વિજય માલ્યા અથવા તેમના પરિવારના સભ્યોન નામે નકલી કંપનીઓની રોકાણ કરતી કંપનીઓ હતી, જે યુબીના કર્મચારીઓના નામ પર હતી. આ કંપનીઓ કશું જ કામ નહોતી કરતી, ન તો તેમની કોઈ આવક હતી. આ કંપનીઓ પર સીધી કે આડકતરી રીતે માલ્યાનું નિયંત્રણ હતું.

અહીં હતા હજારો કરોડ

અહીં હતા હજારો કરોડ

રોકાણ કંપનીઓ વિના ગિરવી મૂકેલા શેર્સની કિંમત 1800 કરોડ હતી જેનો ઉપયોગ વિજય માલ્યા KALનું 1/3 દેવું ચૂકવવા કરી શક્તા હતા. આ ઉપરાંત આ કંપનીઓના લગભગ 2 હજાર કરોડની કિંમતના શેર દ્વારા પણ વસુલી થઈ શક્તી હતી કારણ કે તેમાં બાકી રકમ 755 કરોડ હતી.

સંપત્તિ જપ્ત કરવા માગ

સંપત્તિ જપ્ત કરવા માગ

આ તથ્યો પ્રમાણે ઈડીએ નિષ્કર્ષ પર પહોંચી છે કે વિજય માલ્યાની કંપની KAL મની લોન્ડરિંગ કરતી હતી. ઈડીએ 550 કરોડની કિંમતનું બેંગલુરુનું કિંગફિશર ટાવર, તેના ફ્લેટ અને માંડવામાં 25 કરોડની કિંમતનું ફાર્મ હાઉસ સહિત જમીન જપ્ત કરવા માગ કરી છે.

English summary
vijay mallya s money bank found by ed know where was money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X