ફોર્બ્સની અમીરોની યાદીમાંથી વિજ્ય માલ્યા આઉટ

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાની કંપની હમણાં ભારે આર્થિક નુકસાનનો સામનો કરી રહી છે. તેમની એરલાઇન્સ કિંગફિશર નુકસાનમાં જતી હોવાથી તે પોતાના કર્મચારીઓને પગાર ચૂકવી શકતા નથી. જેના કારણે પાયલોટ અને એન્જીનિયર હડતાળ પર ઉતરી ગયા હતા. સંપત્તિમાં ઘટાડો નોંધાતા ફોર્બ્સની અમીરોની યાદીમાં વિજય માલ્યા 73મા સ્થાને પહોંચી ગયા છે.
જો કે ભારતના સૌથી અમીરોની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ સ્થાને છે. પરંતુ તેમની સંપત્તિમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ બીજા સ્થાને છે. જ્યારે આઇટી દિગ્ગજ અજીજ પ્રેમજી ત્રીજા સ્થાને છે.
વિજય માલ્યાની સંપત્તિ આ વર્ષે ઘટીને 80 કરોડ ડોલર થઇ ગઇ છે. ગત વર્ષે આ ફોર્બ્સ યાદીમાં વિજય માલ્યા 49મા સ્થાને હતા.












Click it and Unblock the Notifications
