દુનિયાની અર્થવ્યવસ્થા પર કોરોનાનો કહેર, 2009ની મંદીથી પણ ખરાબ સ્થિતિ થશેઃ IMFએ ચેતવ્યા
દુનિયામાં સાડા પાંચ લાખથી વધુ પૉઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. આની અસર અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે
વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી આખા વિશ્વમાં દહેશત છે. અત્યાર સુધી દુનિયામાં સાડા પાંચ લાખથી વધુ પૉઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. આની અસર અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના ચેરમેન ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યુ છે કે કોવિડ-19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલી દીધી છે જેનાથી વિકાસશીલ દેશોને મદદ માટે મોટાપાયે પૈસાની જરૂર પડશે. પ્રારંભિક અનુમાન જબ આ રકમ 2.5 ટ્રિલિયન ડૉલર હોઈ શકે છે. જો તેમણે ચેતવ્યા કે આ પ્રારંભિક અનુમાન છે અને આ રકમ વધી પણ શકે છે.

શુક્રવારે એક ઑનલાઈન પત્રકાર સંમેલનમાં તેમણે કહ્યુ કે એ સ્પષ્ટ છે કે આપણે મંદીના દોરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. 2009માં આવેલા વૈશ્વિક નાણાકીય સંકટથી પણ ખરાબ હાલત થશે. જૉર્જિવાએ આગળ કહ્યુ કે કોવિડ-19ના કારણે ઉભરતી અર્થવ્યવસ્થાઓની હાલત ખરાબ છે. છેલ્લા અમુક સપ્તાહોમાં આ બજારોથી લગભગ 83 બિલિયન ડૉલરની પૂંજી નીકળી ગઈ છે.
પહેલેથી જ દેવાના બોજા હેઠળ દબાયેલા દેશ ઘરેલુ સંશાધનોના બળે આનાથી બહાર નથી નીકળી શકતા. અત્યારથી જ ઓછી આવકવાળા 80 દેશોએ અઆઈએમએફને ઈમરજન્સી મદદ માંગી છે. તેમણે આગળ કહ્યુ કે અમે જાણીએ છે કે આનાથી ભંડાર અને ઘરેલુ સંશાધન પૂરતા સાબિત નહિ થાય. એવામાં આઈએમએફને આ સ્થિતિમાંથી નિપટવા માટે ઝડપથી કામ કરવુ પડશે અને આવા અભૂતપૂર્વ પગલાં લેવા પડશે, જે પહેલા નથી લેવાયા.
ભારતના આર્થિક વિકાસમાં ઘટાડાનુ અનુમાન
ભારતની વાત કરીએ તો ગુરુવારે જ ભારતીય સ્ટેટ બેંકે પોતાના એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે આવતા નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વૃદ્ધિદર ઝડપથી ઘટીને 2.6 ટકા પર આવી શકે છે. એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ ઈકોરેપ અનુસાર 2019-20માં જીડીપી(સકળ ઘરેલુ ઉત્પાદ) વૃદ્ધિદર પણ 5 ટકાથી ઘટીને 4.5 ટકા રહી શકે છે. આના કારણે ચાલુ નાણાકીય વર્ષના ચોથી ત્રાસિકમાં જીડપીમાં વૃદ્ધિદર 2.5 ટકા રહેવાનુ અનુમાન છે.
રિપોર્ટ અમુસાર લૉકડાઉનને જોતા અમારુ અનુમાન છે કે, 'દેશના જીડીપી વૃદ્ધિદર 2020-21માં 2.6 ટકા પર આવી શકે છે. આવતા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની આશંકા છે, આનાથી કુલ મળીને વૃદ્ધિદર નીચે જતો દેખાઈ રહ્યો છે.'












Click it and Unblock the Notifications
