પેમેન્ટ બેંક્સ શું છે? ભારતમાં તે સફળ થશે?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ સુવિધાઓથી વંચિત લોકોને માટે બેંક ટ્રાન્ઝેક્શન્સ અને સેવિંગ બેંક એકાઉન્ટ્સને પ્રોત્સાહન મળે તેવા હેતુથી પેમેન્ટ્સ બેંકના વિચારને અમલમાં મૂક્યો છે. આવી સેવાઓ એવા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમના સુધી બેંકિંગ સુવિધા અપુરતી છે અથવા પહોંચી નથી.

    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જોયું છે કે આવા લોકોમાં રેમેટેન્સની પણ જરૂર છે. કારણ કે તે મેક્રો અને માઇક્રો ઇકોનોમિક લાભો પણ ધરાવે છે. આ પેમેન્ટ બેંકો શરૂ કરવાનો મુખ્ય હેતુ સ્મોલ સેવિંગ એકાઉન્ટ્સ અને પેમેન્ટ્સ કે ચૂકવણીની સુવિધા પ્રદાન કરવાનો છે. આ સુવિધા ખાસ કરીને માઇગ્રન્ટ લેબર્સ, ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ, નાના બિઝનેસ અને અન્ય બિનસંગઠિત ક્ષેત્રના લોકો સુધી લાભ પહોંચાડવાનો છે.

    આ પ્રકારની બેંકો ડિપોઝિટ્સ કે પેમેન્ટ્સમાં હાઇ વોલ્યુમ લો વેલ્યુ ટ્રાન્ઝિક્શનની સુવિધા આપે છે. આ વ્યવહારો સુરક્ષિત ટેક્નોલોજીની મદદથી કરવામાં આવે છે.

    કોણ ખોલી શકે છે?
    આ પ્રકારની પેમેન્ટ બેંકો ખોલવા માટે નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ, કોર્પોરેટ બીસીસ, મોબાઇલ ટેલિફોન કંપનીઓ, સુપર માર્કેટ ચેઇન્સ, કંપનીઓ, રિયલ એસ્ટેટ સેક્ટર કોઓપરેટિવ્સ અને પબ્લિક સેક્ટરની સંસ્થાઓ અરજી કરી શકે છે.

    આ માટે રૂપિયા 100 કરોડની પેઇડ કેપિટલ હોવી જરૂરી છે. આ ઉપરાંત તેના ઓપરેશનલ પ્રમોટર્સ તેમાં 40 ટકા હિસ્સો ધરાવતા હોવા જોઇએ. આ પ્રથમ પાંચ વર્ષ સુધી બદલાઇ શકશે નહીં. બેંકમાં વિદેશી રોકાણ વર્તમાન એફડીઆઇ કાયદા પ્રમાણે થશે.

    પેમેન્ટ બેંક્સ કેવી સેવાઓ પુરી પાડી શકે છે?

    1. ડિમાન્ડ ડિપોઝિટનો સ્વીકાર
    2. વિવિધ ચેનલ્સ મારફતે પેમેન્ટ્સ કે ચૂકવણી સેવા
    3. ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા
    4. અન્ય બેંકો સાથે બિઝનેસ કોરસ્પોન્ડેન્ટ તરીકે સેવા
    5. પેમેન્ટ બેંક લોન આપવાની કામગીરી કરી શકે નહીં
    6. પેમેન્ટ બેંક મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ, ઇન્શ્યોરન્સ અને પેન્શન પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકે છે
    7. તે વિદેશમાં પણ ચૂકવણી કરી શકે છે
    8. તે પ્રિપેઇડ કાર્ડ કે વોલેટ્સ બહાર પાડી શકે છે
    9. તેણે સીઆરઆર જાળવી રાખવો પડે છે

    English summary
    What Are Payment Banks? Will They Take Off in India?

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more