ગોલ્ડ લોનના જોખમો શું છે?
માર્કેટમાં અને ટેલિવિઝન પર હવે લોનનો એક નવો વિકલ્પ જોવા મળી રહ્યો છે. આ લોન આપતા સમયે કંપનીઓ દ્વારા દાવો કરવામાં આવે છે કે આપ આપનું સોનુ લાવીને થોડી જ મીનિટોમાં કેશ મેળવી શકો છો. આમ તો સોનાની સામે લોન લેવામાં ખાસ મુશ્કેલી આવતી નથી, પણ ગોલ્ડની સામે લોન લેવાનું એટલું સરળ પણ નથી.
ગોલ્ડ લોન
ગોલ્ડ લોન સેનાના બાર, સિક્કા અને ઘરેણાને ગિરવે મૂકીને લઇ શકાય છે. લોન લેન્ડર્સ તેની શુદ્ધતા ચકાસે છે. આ અનુસાર ગોલ્ડ વેલ્યુના 75 ટકા સુધી લોન આપવામાં આવે છે. જો કે એક્સપર્ટ્સનું કહેવું છે કે પૂરે પૂરી લોન લેવામાં સમજદારી નથી. ગોલ્ડ લોનમાં ઇન્ટરેસ્ટ રેટ તેની સાથે સંકળાયેલા જોખમના આધારે નક્કી કરવામાં આવે છે. આ કારણે જ્યારે પણ ગોલ્ડ લોન લેવાની હોય ત્યારે કુલ વેલ્યુના 50થી 60 ટકા લોન લેવાથી લેન્ડરનું જોખમ ઘટે છે. તેના કારણે વ્યાજ દર પણ ઘટે છે.

બોરોઅર લોન લેવા માટે કેટલીક વસ્તુઓ ગીરવે મૂકે છે. તેના કારણે ગોલ્ડ લોન અનસિક્યોર્ડ પર્સનલ લોનની તુલનામાં સસ્તી હોય છે. પર્સનલ લોન પર ઇન્ટરેસ્ટ રેટ 20 ટકા હોય છે. એક વર્ષ માટેની ગોલ્ડ લોન પર વ્યાજ દર 11થી 15 ટકા હોય છે. જો લોનની અવધિ 4થી 5 વર્ષની હોય તો વ્યાજદર પણ 18થી 20 ટકા હોય છે.
રિ પેમેન્ટના ઓપ્શન્સ
બોરોઅર્સ માટે રિ પેમેન્ટના અનેક ઓપ્શન્સ હોય છે. પરંપરાગત સાહુકાર લોનની અવધિના અંતમાં વ્યાજની સાથે એક હપ્તો રકમ કમિશન તરીકે લેતા હોય છે. તે બોરોઅર માટે નુકસાનનો સોદો રહે છે કારણ કે તેમાં વ્યાજદર 24થી 30 ટકા જેટલો વધી જાય છે.
ગોલ્ડ લોન લેતા સમયે શું ધ્યાનમાં રાખશો?
કોઇ પણ અન્ય લોનની જેમ ગોલ્ડ લોન રિપેમેન્ટને લઇને શિસ્ત રાખવાની જરૂર હોય છે. જો આપ નિર્ધારિત તિથિ પર લોનની ભરપાઇ કરશો નહીં તો આપને 2થી 3 ટકા પેનલ્ટી લગાવવામાં આવે છે. જો આપ ત્રણ વારથી વધારે વખત પેમેન્ટ કરતા નથી તો પેનલ્ટીની રકમ વધી જાય છે.












Click it and Unblock the Notifications
