For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં શેરના ખરીદ અને વેચાણના ચાર્જીસ શું હોય છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં આપ જ્યારે પણ શેરનું ખરીદ કે વેચાણ કરો છો ત્યારે સંખ્યાબંધ ચાર્જીસ ચૂકવવા પડતા હોય છે. આ ચાર્જીસ કેશ માર્કેટ હોય કે ફ્યુચર સેગમેન્ટ તમામ જગ્યાએ લાગુ પડે છે. અહીં અમે ભારતમાં શેરના ખરીદ વેચાણ પર લાગુ પડતા ચાર્જીસ અંગે આપને જણાવી રહ્યા છીએ...

બ્રોકરેજ ચાર્જીસ

બ્રોકરેજ ચાર્જીસ


શેરના ખરીદ વેચાણ પર સૌ પ્રથમ બ્રોકરેજ ચાર્જ લાગુ પડે છે. બ્રોકરેજ ચાર્જીસમાં કોઇ સ્ટાન્ડર્ડ ચાર્જીસ હોતા નથી. તે વ્યક્તિ વ્યકિતએ અને બ્રોકરેજ ફર્મ અનુસાર બદલાય છે. બ્રોકરેજ ચાર્જીસ કેપિટલ માર્કેટ, ડિલિવરી આધારિત કે ઇન્ટ્રા ડે બ્રોકિંગમાં કેશ અને ફ્યુચર સેગમેન્ટમાં જુદી જુદી રીતે લાગુ પડે છે. ઇન્ટ્રા ડેમાં ચાર્જીસ 0.01 ટકા અને તેનીથી વધારે હોય છે. જ્યારે કેસ બેઝ ડિલિવરીમાં બ્રોકરેજ રેટ ઊંચા હોય છે.

બ્રોકરેજ પર સર્વિસ ટેક્સ

બ્રોકરેજ પર સર્વિસ ટેક્સ


બ્રોકરેજની કુલ રકમ પર ફ્લેટ 10 ટકા સર્વિસ ટેક્સ લાગે છે. એટલે કે જો આપનો બ્રોકરેજ 100 રૂપિયા હોય તો તેના પર 10 રૂપિયા સર્વિસ ટેકસ લાગે છે.

સર્વેસ ટેક્સ પર એજ્યુકેશન સેસ

સર્વેસ ટેક્સ પર એજ્યુકેશન સેસ


સર્વિસ ટેક્સ પર એજ્યુકેશન સેસ લાગે છે. સર્વિસ ટેક્સના 2 ટકા એજ્યુકેશનલ ટેક્સ લાગે છે.

સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ટેક્સ

સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ટેક્સ


કેશ માર્કેટમાં કુલ વોલ્યુમના 0.125 ટકા સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ટેક્સ લાગે છે. એક વાર આપે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવ્યો ત્યાર બાદ આપે એક વર્ષથી વધુ સમયે વેચ્યા હોય તો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાની જરૂર નથી.

સ્ટેમ્પ ડ્યુટી

સ્ટેમ્પ ડ્યુટી


પહેલા વ્યક્તિએ શેરના ટ્રાન્સફરના સમયે ફિક્સ ફિઝિકલ સ્ટેમ્પ ચૂકવવી પડતી હતી. હવે જ્યારથી શેર ઇલેક્ટ્રોનિક ફોર્મમાં વેચાવા લાગ્યા છે. એટલા માટે હવે આપે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. આ સ્ટેમ્પ ડ્યુટી કુલ વોલ્યુમના 0.01 ટકા હોય છે.

મિલકત કરતા વધારે ચૂકવણી

મિલકત કરતા વધારે ચૂકવણી


કોઇ વ્યક્તિ શેરના ખરીદ વેચાણ માટે જે ચાર્જીસ ચૂકવે છે તે મિલકતના ખરીદ વેચાણ કરતા પણ વધારે હોય છે.

English summary
What are the costs and charges when you buy and sell shares in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X