ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ શું છે?
ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ વિવિધ પ્રકારની આર્થિક સેવાઓના સંચાલન માટે કરવામાં આવે છે. આ પ્રકારની જ પ્રક્રિયા અને સેવાઓ કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તરે પૂરી પાડવામાં આવે છે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વાસ્તવમાં તો એવી રીતે સેવાઓ પૂરી પાડે છે જેના દ્વારા કંપનીઓ માટે મૂડી ઊભી કરે છે. આ માટેની કામગીરી કરનારને ઇન્વેસ્ટમેન્ટ બેંકર કહેવામાં આવે છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકરનું પ્રાથમિક કામ અન્ય લોકો માટે નાણાં એકત્ર કરવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકર કંપનીઓને પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ) માટે માર્ગદર્શન આપે છે અને તેના માટે લીડ મેનેજર્સ સાથે વ્યવહાર કરે છે. અહીં તેઓ શું કામગીરી કરે છે તેની સંક્ષિપ્ત યાદી આપવામાં આવી છે...

કંપનીને IPOની મદદથી મૂડી ઉભી કરી આપવી
ઇન્વેસ્ટમેન્ટ બેંકરનું મુખ્ય કામ આઇપીઓ દ્વારા જે તે કંપનીને નાણાં એકત્ર કરી આપવાનું છે. આ માટે તે લીડ મેનેજરની પણ મદદ લે છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકર આઇપીઓ સફળ થાય તેની પણ તકેદારી રાખે છે.
અન્ડર રાઇટિંગ આઇપીઓ
ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ડિવિઝન વિવિધ મુદ્દાઓને ઉકેલવાનું કામ કરે છે. તેમાં શેર હોય કે ડેબ્ટ તેને ઉકેલે છે. જેના કારણે આઇપીઓને સફળ થવામાં મદદ મળે છે.
શેર્સનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ
ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મનું અન્ય મુખ્ય કામ ક્વૉલિફાઇડ પ્લેસમેન્ટ ફર્મની મદદથી શેર્સનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરવાનું કામ કરે છે. આ રિસર્ચ દ્વારા કરવામાં આવે છે. તેના દ્વારા કંપનીનું નિષ્પક્ષ વેલ્યુએશન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
મર્જર અને એક્વિસીઝન
જે કંપનીએ એક્વિસીઝન કરવા માંગતી હોય તેમના માટે મદદ કરે છે. આ માટે વિવિધ પ્રકારની તૈયારીઓ ઇન્વેસ્ટમેન્ટ બેંકર કરી આપે છે.
નિયમોનું પાલન
ઇન્વેસ્ટમેન્ટ બેંકર સમયાંતરે વિવિધ નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખે છે. આ માટે કંપનીની દરેક બાબતોને મેનેજ કરવાની કામગીરી પણ કરે છે.












Click it and Unblock the Notifications
