For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બર IIPના અંદાજ 3.8 અને ડિસેમ્બરના CPI ફુગાવા 5 ટકાની અસર શું થશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 જાન્યુઆરી : ભારતમાં ઔદ્યોગિક વૃદ્ધિ અને રિટેલ ફુગાવાના આંકડા પ્રોત્સાહક રહ્યા છે. નવેમ્બરમાં ઔદ્યોગિક વૃદ્ધિ પાંચ મહિનાની ટોચે પહોંચી છે. જ્યારે બેઝ ઇફેક્ટની પ્રતિકૂળ અસર છતાં રિટેલ ફુગાવા (CPI)માં બજારના અંદાજ કરતાં ઓછો વધારો નોંધાયો છે.

ઑક્ટોબરમાં સંકોચાયા બાદ હવે નવેમ્બરમાં આઈઆઈપી ગ્રોથમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. નવેમ્બરમાં આઈઆઈપી ગ્રોથ વધારીને 3.8% રહી. જે વર્ષ 2014ના ઑક્ટોબર મહિનામાં આઈઆઈપી ગ્રોથ -4.2% રહી હતી.

મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગ્રોથ -7.6%થી વધીને 3% રહી. જોકે મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં માઈનિંગ સેક્ટરની ગ્રોથ 5.2%થઈ ઘટીને 3.4% રહી. સાથે જ મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ઈલેક્ટ્રીસિટી સેક્ટરની ગ્રોથ 13.3%થી ઘટીને 10% રહી.

iip-1

મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં કેપિટલ ગુડ્સની ગ્રોથ -2.3%થી વધીને 6.5% રહી. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં બેસિક ગુડ્સની ગ્રોથ 5.8%થી વધીને 7% રહી. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ઈન્ટમીડિએટ ગુડ્સની ગ્રોથ -3.1%થી વધીને 4.3% રહી.

મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં કન્ઝ્યૂમર ગુડ્સની ગ્રોથ -18.6%થી વધીને -2.2% રહી. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ગ્રોથ -35.2%થી વધીને -14.5% રહી. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં કન્ઝ્યૂમર નૉન-ડ્યૂરેબલ્સ ગુજ્સની ગ્રોથ -4.3%થી વધીને 6% રહી.

જાણકારોને લાગી રહ્યું છે કે મૅન્યુફેક્ચરિંગ સેક્ટરને ટેકો આપવાના સરકારના પ્રયાસને ગઈ કાલના આંકડાથી ઘણો જુસ્સો મળશે. આવનારા સમય માટે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં સુધાર જરૂર આવશે. કેપેસિટી યુટિલાઈઝેશનને કારણે મેન્યુફેક્ચરિંગમાં સુધાર જોવા મળ્યો છે. આ કારણે ઈન્વેસ્ટમેન્ટ સાઈકલમાં સુધારો જોવા મળશે. ઈન્વેસ્ટમેન્ટ સાઈકલમાં સુધારાના સંકેત દેશ માટે ઘણા પોઝિટીવ સંકેત છે. મોદી સરકારની નીતિ ઘણી પોઝિટીવ રહી છે. વટહુકમ પસાર કર્યા છે અને રોકાણકારોનો ભરોસો વધારવા પર જોર મૂક્યું છે.

રિસ્ક કેપિટલ એડવાઇઝર્સના એમડી ડી ડી શર્માના મતે રિટેલ મોંઘવારીમાં જોવા મળેલા અનુમાનથી ઓછા ઉછાળાને જોતાં ફેબ્રુઆરીમાં આરબીઆઈ પાસે વ્યાજદરમાં ઘટાડો કરવાની તક રહેલી છે. આઈઆઈપી અને સીપીઆઈના આંકડાને માર્કેટ ઘણા પોઝિટિવ તરીકે લેશે.

English summary
What impact of November IIP estimates at 3.8, December CPI inflation rises to 5 percent?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X