મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં ઓફર ડોક્યુમેન્ટ શું છે?
મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં ઓફર ડોક્યુમેન્ટ એ બીજું કશું નહીં પરંતુ પુસ્તિકાના સ્વરૂપમાં પ્રોસ્પેક્ટસ (માહિતીપત્ર) છે. તેને કાયદાકીય દસ્તાવેજના રૂપમાં પણ ગણવામાં આવે છે.
ઓફર ડોક્યુમેન્ટમાં કઇ માહિતી આપવામાં આવે છે?
કોઇ પણ કંપની કે ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકાર તે ફંડ કે કંપની અંગેનો અભ્યાસ કરે છે. આ માટે તેને વિવિધ પ્રકારની માહિતીન જરૂર પડે છે. આ તમામ માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં આપવામાં આવે છે. આ માહિતી પુસ્તિકા રોકાણકારને નિર્ણય લેવામાં મદદ કરે છે કે તેણે આ સ્કીમમાં ઝંપલાવવું કે તેમાંથી બહાર નીકળી જવું?

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા આપવામાં આવતી માહિતી વિસ્તૃત રીતે આપેલી હોવાની સાથે ચોક્કસ સ્કીમના રોકાણ સંબંધિત હેતુઓ, તેના પર લાગતું ભારણ અને તેનું માળખું તથા વળતર સંબંધિત નીતિઓની માહિતી હોય છે.
કંપની અંગેની માહિતી આપતી પુસ્તિકામાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અંગેનું એપ્લિકેશન ફોર્મ પણ આપવામાં આવેલું હોય છે.
શું છે મહત્વનું?
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કંપની વિશેની તમામ મહત્વની માહિતી મેળવવી જરૂરી છે. આ માટે રોકાણકારે ઓફર ડોક્યુમેન્ટનો વિગતે અભ્યાસ કરવો જરૂરી છે. દાખલા તરીકે આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માત્ર ડેબ્ટમાં રોકાણ કરતી હોય અને આપ જોખમ લેવા ઇચ્છતા રોકાણકાર હોવ તો આપના માટે આ સ્કીમ નથી. આ સંદર્ભે જરૂરી માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલી હોય છે.












Click it and Unblock the Notifications
