Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં નાણા મંત્રાલયની બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે?

નવી દિલ્હી, 9 જુલાઇ : ભારતની નવી સરકાર 10 જુલાઇ, ગુરુવારના રોજ અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવાની છે. આ બજેટ વર્ષભર દરમિયાન સરકાર કયા ક્ષેત્રમાં કેટલા રૂપિયા ખર્ચશે અને આ ખર્ચ માટે નાણા ક્યાંથી લાવશે, ક્યાંથી કેટલી આવક થશે તેની રૂપરેખા હોય છે.

અહીં એ જાણાવું અગત્યનું છે કે જ્યારે પણ સરકાર બદલાવાની હોય ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણ નહીં પરંતુ વચગાળાનું એટલે કે ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવે છે. ઇન્ટરિમ બજેટને વોટ ઓન એકાઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સામાન્ય બજેટ અને ઇન્ટરિમ બજેટમાં તફાવત એ હોય છે કે સામાન્ય બજેટમાં આખા વરસ દરમિયાનની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે વચગાળાના બજેટમાં નવી સરકારના ગઠનને જેટલો સમય બાકી હોય તેટલા સમય પુરતી કામચલાઉ ફાળવણી કરવામાં આવે છે.

આમ કરવા પાછળનો હેતુ એટલો જ હોય છે કે વર્તમાન સરકાર અને નવી સરકાર જો બદલાય તો બંનેના વિચારો જુદા અને પ્રાથમિકતા અલગ હોય છે. આ કારણે પાછળથી ફાળવણી પાછી ખેંચવી ના પડે તે હેતુથી મર્યાદિત ફાળવણી કરવામાં આવે છે.

આગળ જાણીએ સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું હોય છે...

બ્લ્યુ પેપર

બ્લ્યુ પેપર


દેશના નાણા પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવતું સામાન્ય બજેટ બ્લ્યુ કલરના પેપર પર તૈયાર થાય છે. આ બજેટ તૈયાર કર્યા બાદ તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અજ્ઞાતવાસ ભોગવે છે.

સાત મહિના લાંબી પ્રક્રિયા

સાત મહિના લાંબી પ્રક્રિયા


બજેટ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે અને તે લગભગ સાત મહિના કરતા વધુ સમય સુધી ચાલે છે. જેમાં ભારે ગુપ્તતા જાળવવામાં આવે છે. ઓગસ્ટ મહિનાથી બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે?

બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે?


નાણા મંત્રાલયના ઈકોનોમિક અફેયર્સ ડિપાર્ટમેન્ટનું બજેટ ડિવિઝન ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તેનો સર્ક્યુલર બહાર પાડે છે. જેમાં ભારત સરકાર તથા તેના તમામ મંત્રાલયો અને વિભાગો સંબંધિત કન્ટેન્ટ અને સ્ટેટમેન્ટનું પૂર્ણ વિવરણ હોય છે.

બજેટની રૂપરેખા

બજેટની રૂપરેખા


તમામ મંત્રાલયોના સ્ટેટમેન્ટને આધારે બજેટ તૈયાર કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાના અંત ભાગ સુધીમાં આગામી નાણાકીય વર્ષ માટે સરકારી ખર્ચના અંદાજીત આંકડા મુકવામાં આવે છે.

ફંડની ફાળવણી

ફંડની ફાળવણી


દરેક મંત્રાલય ઈચ્છે છે કે તેમને સૌથી વધુ ફંડ મળે. આ માટે નાણા મંત્રાલય સાથે જેતે વિભાગના વરિષ્ઠ અધિકારી ચર્ચા કરે છે. મંત્રાલયો અને વિભાગોની સંખ્યા વધુ હોવાથી આ પ્રક્રિયા નવેમ્બર મહિના સુધી ચાલે છે.

કટ ઓફ બજેટનો ડ્રાફ્ટ

કટ ઓફ બજેટનો ડ્રાફ્ટ


ડિસેમ્બર મહિનો આવે ત્યારે બજેટની પહેલી ડ્રાફ્ટ કોપી (જેને ફર્સ્ટ કટ ઓફ બજેટ પણ કહેવામાં આવે છે.) નાણાપ્રધાન સમક્ષ મુકવામાં આવે છે. પ્રથમ કટઓફ બજેટ લાઈટ બ્લુ રંગના પેપર પર હોય છે. કારણ કે લાઈટ બ્લુય રંગના પેપર પર કાળી ઈન્ક વધુ સારી રીતે ઉઠે છે.

સલાહ, સૂચનો અને માંગણીઓને ધ્યાનમાં લેવા

સલાહ, સૂચનો અને માંગણીઓને ધ્યાનમાં લેવા


જાન્યુઆરી મહિનામાં બેન્ક એસોસિએશન્સ, ઉદ્યોગ સમુહોના પ્રતિનિધિઓ તથા વિખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે નાણાપ્રધાન બેઠકો કરે છે. નાણાપ્રધાન બધાયની સલાહ સાંભળે છે. તેમની સલાહોને બજેટમાં સામેલ કરવી કે નહીં તે અંગે અંતિમ નિર્ણય કરે છે.

200 કર્મચારીને અઠવાડિયા સુધી અજ્ઞાતવાસ

200 કર્મચારીને અઠવાડિયા સુધી અજ્ઞાતવાસ


બજેટ રજૂ થાય તેના છેલ્લા અઠવાડિયામાં નાણા વિભાગના બેઝમેન્ટમાં રહેલી પ્રેસમાં બજેટના કાગળિયાઓનું ટાઈપિંગ અને પ્રિન્ટિંગ થાય છે. નાણા મંત્રાલયના લગભગ એકસો થી બસો કર્મચારીઓને બેઝમેન્ટમાં જ રાખવામાં આવે છે. જેથી કોઈ ગુપ્ત માહિતી લિક ન થાય.

બજેટની પ્રેસ રિલીઝ તૈયાર કરવી

બજેટની પ્રેસ રિલીઝ તૈયાર કરવી


બજેટના ભાષણના બે દિવસ પહેલા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના અધિકારીઓ કામે લાગી જાય છે. લગભગ વીસ જેટલા અધિકારીઓ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં પ્રેસ રિલિઝ તૈયાર કરે છે. બજેટનું ભાષણ શરૂ ન થાય, તે પહેલા સુધી તેમને બહાર જાહેર કરવાની મંજૂરી નથી હોતી.

બજેટની સમરી રજૂ કરવી

બજેટની સમરી રજૂ કરવી


નાણા પ્રધાન સંસદમાં બજેટ રજૂ કરે તે પહેલા ભારતના રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય પ્રધાનમંડળ સમક્ષ બજેટની સમરી રજૂ કરે છે. કેબિનેટને બજેટના થોડા સમય પહેલા જ ટૂંકો અહેવાલ આપવામાં આવે છે. બાદમાં બજેટ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે બજેટનો સમય 11 વાગ્યાનો રાખવામાં આવે છે. નાણાપ્રધાન સંસદને બજેટની મુખ્ય બાબતો અંગે માહિતગાર કરે છે.

સંસદમાં રજૂ થતું બજેટ પ્રસ્તાવ છે

સંસદમાં રજૂ થતું બજેટ પ્રસ્તાવ છે


સંસદમાં નાણા પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવતું બજેટ એક પ્રસ્તાવ છે. ત્યાર બાદ તેને મંજુરી માટે મોકલવામાં આવે છે. ત્યાર બાદ તે અમલી બને છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X