શું છે પિંક ટેક્સ? જાણો મહિલાઓને કેવી રીતે અસર કરે છે?
આજકાલ પિંક ટેક્સની ચર્ચા થઈ રહી છે. મહિલાઓને લઈને પિંક ટેક્સની ચર્ચામાં મોટાભાગના લોકોને એ નથી ખબર કે આખરે આ શું છે અને મહિલાઓને કેવી રીતે અસર કરે છે?
પિંક ટેક્સનો મતલબ સરળ ભાષામાં ગુલાબી કર થાય છે. પિંક સાંભળતા જ તમે સમજી જ ગયા હશો કે તેનો સંબંધ મહિલાઓ પર લગાવવામાં આવેલા ટેક્સ સાથે છે.

આ કોઈ ઓફિશિયલ ટેક્સ નથી જે સરકાર કે કોઈ કંપનીને ચૂકવવો જરૂરી છે, પરંતુ તે વધારાની ફીની જેમ છે. જે ડિઝાઈનર કે મહિલાઓની ખૂબ મોંઘી વસ્તુઓ પર લગાવવામાં આવે છે.
સ્ત્રીઓ પુરૂષો કરતાં મોંઘા ઉત્પાદનો પર વધુ ખર્ચ કરે છે. આ ટેક્સ ઘણીવાર વધુ મોંઘા ઉત્પાદનો પર જોવા મળે છે. તેને આ રીતે સમજી શકો છો કે જ્યારે પણ સ્ત્રીઓને સમાન ઉત્પાદનો પર પુરુષો કરતાં વધુ ખર્ચ કરવો પડે છે તો તે પિંક ઉત્પાદન છે.
ભારતમાં પિંક ટેક્સ
ભારતમાં કાયદેસર રીતે ગુલાબી કર વસૂલ કરી શકાતો નથી. આ સ્થિતિમાં હાલમાં સરકાર દ્વારા તેની કિંમત અંગે કોઈ નિયમ નક્કી કરવામાં આવી નથી. એટલે કે કઈ પ્રોડક્ટ પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે તે હજુ નક્કી નથી થયું. આનું કારણ એ છે કે મહિલાઓને લક્ષિત સામાનની કિંમત બજારની ગતિશીલતા અને માંગના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે, ભારતમાં પિંક ટેક્સ પર બહુ સંશોધન થયું નથી.
કેવી રીતે મહિલાઓ અજાણતા વધુ રૂપિયા ચુકવે છે
મહિલા ઉત્પાદનો પુરુષો કરતાં વધુ ખર્ચાળ હોય છે. Business of Fashion.comના એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ માટે ડિઝાઈન કરાયેલા કપડાની કિંમત પુરૂષો માટે ડિઝાઈન કરાયેલા કપડા કરતા વધુ હોય છે. જેના કારણે મહિલાઓની આવક પર પણ સીધી અસર પડી છે.
તેવી જ રીતે મહિલાઓને પુરૂષો કરતા ઓછો પગાર આપવામાં આવે છે. મહિલાઓ પાસેથી ઉત્પાદનો માટે વધુ પૈસા પણ લેવામાં આવે છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ પ્રભાવિત થાય છે.












Click it and Unblock the Notifications
