For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM-SYM Yojana: મોદી સરકાર દર મહિને 3000 રૂપિયા આપી રહી છે, જાણો યોજના વિશે

PM-SYM Yojana: મોદી સરકાર દર મહિને 3000 રૂપિયા આપી રહી છે, જાણો યોજના વિશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમ્યાન ગરીબો, મજૂરો, ખેડૂતો, અસંગઠિત ક્ષેત્રના કામદારો, મહિલાઓ વગેરે માટે કેટલીય સરકારી યોજનાઓ લૉન્ચ કરી છે. મોદી સરકારની આ યોજનાઓનો લાખો કરોડો લોકોને લાભ મળી રહ્યો છે. આજે જે સરકારી યોજના વિશે અમે વાત કરી રહ્યા છીએ તે અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને દર મહિને એક નિશ્ચિત રાશિ મળે છે, જેનો ઉપયોગ તેઓ પોતાની જરૂરત માટે કરી શકે છે. મોદી સરકારની આ સ્કીમ અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લોકોને 3000 રૂપિયાનું માસિક પેંશન મળે છે.

શ્રમ યોગી માન-ધન યોજના શું છે

શ્રમ યોગી માન-ધન યોજના શું છે

જો તમને પણ રિટાયરમેન્ટ બાદ તમારા ખર્ચાનું ટેંશન સતાવી રહ્યું હોય તો તમારે મોદી સરકારના પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના વિશે જાણવું જોઈએ. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર બાદ જ દર મહિને 3000 રૂપિયા માસિક પેંશન મળે છે.

PM-SYM Yojana ની ખાસ વાતો

PM-SYM Yojana ની ખાસ વાતો

પીએમ શ્રમ યોગી માન-ધન યોજનાની ખાસિયતની વાત કરીએ તો આ યોજના અંતર્ગત યોગદાન માટે તમારે વધુ રકમની જરૂરત નહિ પડે. તમે માત્ર 110 રૂપિયા જમા કરીને પણ તમારું રિટાયરમેન્ટ સુરક્ષિત કરી શકો છો. આ યોજના અંતર્ગત સરકારે કંટ્રીબ્યૂશન રકમની શરૂઆત 110 રૂપિયા રાખી છે. આ યોજનામાં તમે જેટલું તમારા ઘઢપણ માટે જમા કરાવો છો તેટલી જ રાશિ સરકાર પણ જમા કરે છે. આ યોજનાને 60 વર્ષ ઉંમર સુધી ચલાવવાની હોય છે. તમે રિટાયર થાવ પછી તમને દર મહિને ઓછામા ઓછા 3000 રૂપિયા પેંશન તરીકે દર મહિને મળે છે. જ્યારે લાભાર્થીના નિધન બાદ તેના જીવનસાથીને સરકાર તરફથી અડધી રકમ પેંશન તરીકે આપવામાં આવે છે.

યોજનાનો લાભ કેવી રીતે મળશે

યોજનાનો લાભ કેવી રીતે મળશે

જો તમે પણ તમારા માટે આ પેંશન સ્કીમનો લાભ મેળવવા માંગો છો તો તેના માટે કેટલીક શરતો છે. જો તમે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવ તો આ સરકારી સ્કીમનો લાભ મેળવવા માટે રજિસ્ટ્રેશન રાવી શકો છો. આ યોજના અંતર્ગત લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અરજદારનો પગાર 15000 રૂપિયા અથવા તેનાથી ઓછો હોવો જોઈએ. સરકારની આ યોજના માત્રથી માત્ર એમને જ જોડવામાં આવે છે જેઓ ટેક્સપેયર્સ નથી. એટલું જ નહિ, જો અરજદારે અગાઉ કોઈપણ પેંશન પ્લાન લઈ રાખ્યો હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

પહેલેથી આ તૈયારી કરી લો

પહેલેથી આ તૈયારી કરી લો

જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો રજિસ્ટ્રેશન અને સ્કીમ ખોલવા માટે તમારે તમારા દસ્તાવેજને પહેલેથી જ તૈયાર કરી લેવા જોઈએ. સરકારે આ યોજના માટે આધારકાર્ડ ફરજીયાત કર્યું છે. જ્યારે બેંક અકાઉન્ટ જનધન ખાતાનું હોવું જોઈએ અથવા તમારા સેવિંગ અકાઉન્ટ બેંક ખાતા IFSC કોડ હોવા જોઈએ. તમે તમારા આજુબાજુના કોઈપણ સીએસસી સેન્ટર જઈને આ સ્કીમ અંતર્ગત પેંશન યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમે ઈચ્છો તો અધવચ્ચે જ આ યોજનાથી બહાર નીકળી શકો છો. તમારા દ્વારા જમા કરાવેલી રકમ વ્યાજ સહિત તમારા ખાતામાં મોકલી આપવામાં આવસે.

અમેરિકાએ ચીનને આપ્યો જબરો ઝાટકો, ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યોઅમેરિકાએ ચીનને આપ્યો જબરો ઝાટકો, ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો

English summary
What is PM SYM Yojana, how to register and what benefit will get know all in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X