જાણો : મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી વચ્ચેનો ભેદ શું છે?
મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી ઇકોનોમિસ્ટ અને એનાલિસ્ટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મહત્વના શબ્દો છે.
મોનિટરી પોલિસી
મોનિટરી પોલિસી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પોલિસીમાં ભારત સરકાર કોઇ દરમિયાનગીરી કરવામાં આવતી નથી. આ નીતિ આરબીઆઇ દ્વારા ફુગાવાને કાબુમાં લેવા માટે ઘડવામાં આવે છે. તેના દ્વારા અર્થતંત્રમાં નાણાના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે સેન્ટ્રલ બેંક વ્યાજના દરો વધારવામાં દરમિયાનગીરી કરે છે અને તેના કારણે અર્થતંત્રમાં ફુગાવો નિયંત્રણમાં રહે છે. બીજી તરફ જો ફુગાવો ઓછો રહે છે તો તેના કારણે માર્કેટમાં વ્યાજના દરો ઘટે છે. રિઝર્વ બેંક નાણાના પ્રવાહને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત કેશ રિઝર્વ રેશિયો નિર્ધારિત કરીને માર્કેટમાં નાણાની પ્રવાહિતા સુધારવામાં મદદ કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ઓપન માર્કેટ ઓપરેશન્સ પણ કરે છે. રિઝર્વ બેંક સરકારી બોન્ડ્સના ખરીદ વેચાણ કરકે છે. આ તમામ કામગીરીને સમાવતી પોલિસીને મોનિટરી પોલિસી કહે છે.
ફિસ્કલ પોલિસી શું છે?
ફિસ્કલ પોલિસી સરકાર દ્વારા ઘડવામાં આવે છે. તેમાં ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જેથી નાણાકીય ખાધ અંકુશમાં રહે. જ્યારે નાણાકીય ખાધ વધે છે ત્યારે સરકાર ટેક્સ વધારે છે જેથી ખાધ ઓછી થાય. જો કે આ પદ્ધતિથી ક્યારેક લોકોના રોષનો પણ સામનો કરવો પડે છે.
નાણાકીય પોલિસી મોટા ભાગે અર્થતંત્રની સ્થિરતા, આવકને વધારવા અને આર્થિક વિકાસમાં વધારવામાં મદદરૂપ બને છે. જો કે અર્થતંત્રને સંતુલિત રાખવા માટે સરકાર કર છૂટ પણ આપે છે.












Click it and Unblock the Notifications
