એક્ઝીટ પોલ બાદ સતત બીજા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ
રવિવારે એક્ઝીટ પોલ સામે આવ્યા બાદ મંગળવારે સતત બીજા દિવસે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા.
રવિવારે એક્ઝીટ પોલ સામે આવ્યા બાદ મંગળવારે સતત બીજા દિવસે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. મંગળવારે દિલ્લી સહિત દેશમાં પેટ્રોલના ભાવ 5 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 9 પૈસા પ્રતિ લિટર વધારી દેવામાં આવ્યા છે. આ રીતે દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. દેશમાં રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના બદલાયેલા ભાવ લાગુ કરવામાં આવે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ
અમદાવાદમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 68.60 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલનો ભાવ 69.44 રૂપિયા છે.
દિલ્લીમાં અત્યારે એક લિટલ પેટ્રોલનો ભાવ 71.17 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 66.20 રૂપિયા પ્રતિ લિટર પર છે.
કોલકત્તામાં એક લિટર પેટ્રોલનો ભાવ 73.24 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 67.96 રૂપિયે મળી રહ્યુ છે.
મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 76.78 રૂપિયા છે. વળી, 1 લિટર ડીઝલ 69.36 રૂપિયા પ્રતિ લિટર પર છે.
ચેન્નઈમાં એક લિટર પેટ્રોલનો બાવ 73.87 રૂપિયા છે જ્યારે ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લિટર છે.

રોજ સવારે કેટલા વાગે બદલાય છે ભાવ
સરકારી તેલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ પ્રતિ દિન પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરીને લાગુ કરે છે.

ભાવ નક્કી કરવાનો આ છે આધાર
વિદેશી મુદ્રા દરો સાથે આંતરારાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફેરફાર થાય છે. આ માનકોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. છૂટક વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવતા હોવ છો. ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. તે ટેક્સ અને પોતાનુ માર્જિન જોડ્યા બાદ અંતે ગ્રાહકને પેટ્રોલ વેચે છે.












Click it and Unblock the Notifications
