Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી સરકાર બનવાના બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

મોદી સરકાર બનવાના બીજા દિવસે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. આજે દિલ્હીમાં જ્યાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 14 પૈસા વધ્યા છે, જયારે ડીઝલના ભાવમાં 16 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે.

મોદી સરકાર બનવાના બીજા દિવસે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. આજે દિલ્હીમાં જ્યાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 14 પૈસા વધ્યા છે, જયારે ડીઝલના ભાવમાં 16 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. દેશમાં રોજ સવારે પેટ્રોલ અને ડીઝલના બદલાયેલા રેટ લાગુ કરવામાં આવે છે.

આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણો

આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણો

દિલ્હીમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 71.39 રૂપિયા છે, જયારે ડીઝલ 66.45 રૂપિયે લીટર છે. કોલકાતામાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 73.46 રૂપિયા છે, જયારે ડીઝલ 68.21 રૂપિયે લીટર છે. મુંબઈમાં આજે 1 લીટર પેટ્રોલ ની કિંમત 77.00 રૂપિયા છે, જયારે ડીઝલ 69.63 રૂપિયે લીટર છે. ચેન્નાઈમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 74.10 રૂપિયા છે, જયારે ડીઝલ 70.24 રૂપિયે લીટર છે.

જાણો રોજ સવારે કેટલા વાગ્યે કિંમત બદલાય છે

જાણો રોજ સવારે કેટલા વાગ્યે કિંમત બદલાય છે

સરકારી ઓઇલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી પ્રતિ દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજના આધારે સવારે 6 વાગ્યે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સંશોધન કરીને તેને જાહેર કરે છે.

કિંમત નક્કી કરવાનો આધાર

કિંમત નક્કી કરવાનો આધાર

વિદેશી મુદ્રા દરો સાથે આંતરારાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફેરફાર થાય છે. આ માનકોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. છૂટક વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવતા હોવ છો. ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. તે ટેક્સ અને પોતાનુ માર્જિન જોડ્યા બાદ અંતે ગ્રાહકને પેટ્રોલ વેચે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X