ગૂગલ અને ઝૂમને ટક્કર આપવા માટે વૉટ્સએપ લાવ્યુ નવુ ફીચર
Whatsapp: વૉટ્સએપ તેની એપમાં સતત ફેરફાર કરી રહ્યું છે અને તેના યુઝર્સને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વૉટ્સએપમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. હવે વૉટ્સ ગ્રુપ વીડિયો કૉલ માટે એક નવું ફીચર લઈને આવ્યું છે.
યુઝર્સ હવે વૉટ્સએપ પર ગ્રુપ વીડિયો કૉલ દરમિયાન તેમની સ્ક્રીન અન્ય યુઝર્સ સાથે શેર કરી શકશે. વળી, તમે ગ્રુપ કૉલનો વીડિયો પણ ડાઉનલોડ કરી શકશો. વાસ્તવમાં વૉટ્સએપ પર ગ્રુપ કૉલ સતત વધી રહ્યા છે, જેના કારણે વૉટ્સએપની પેરન્ટ કંપની મેટા આ નવું ફીચર લઈને આવી છે.

લોકો સામાન્ય રીતે વીડિયો કૉલ્સ માટે ઝૂમ મીટ અથવા ગૂગલ મીટનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં, વૉટ્સએપ યુઝર્સ આ બે નવા ફીચર્સ સાથે ગૂગલ મીટ અને ઝૂમ મીટ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યા છે.
ગૂગલ મીટ અને ઝૂમને ટક્કર આપવા માટે વૉટ્સએપે આ નવું ફીચર લૉન્ચ કર્યું છે. આ નવા ફીચરના લૉન્ચ સાથે, તમે વીડિયો કૉલ દરમિયાન તમારી સ્ક્રીન શેર કરી શકશો અને વીડિયો ડાઉનલોડ પણ કરી શકશો.
હાલમાં વૉટ્સએપનું આ નવું ફીચર વૉટ્સએપના બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. હાલમાં તે તમામ વર્ઝનમાં ઉપલબ્ધ નથી. જો તમે કોઈની સાથે વીડિયો કૉલ દરમિયાન સ્ક્રીન શેર કરવા માંગતા હોય તો તમારે તે વ્યક્તિને કૉલ કરવો પડશે જેની સાથે તમે સ્ક્રીન શેર કરવા માગો છો.
આ પછી, તમને સ્ક્રીન પર એક સ્ક્રીન શેર આઇકોન દેખાશે, આ બટન પર ક્લિક કરવાથી, તમારી સ્ક્રીન શેર થઈ જશે અને તમે જેને બતાવવા માંગો છો તેને તમે તમારી મોબાઇલ સ્ક્રીન બતાવી શકો છો.
માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ વિકલ્પ તમામ વૉટ્સએપ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. જો કે, આ ફીચર દરેક યુઝરને ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે અંગે મેટા તરફથી સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
