ભારતમાં કઇ કંપનીઓ ફિક્સ્ડ ડિપોઝિટ સ્વીકારી શકે?
ભારતમાં દરેક પ્રકારની કંપનીઓને ફિક્સ્ડ ડિપોઝિટ્સ સ્વીકારીને નાણા ઉભી કરી શકવાની છૂટ આપવામાં આવી નથી. હકીકત એ છે કે ભારતમાં કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલી કંપનીઓ જેવી કે :
1. નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીસ કે NBFCs
2. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ
3. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ
4. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ

અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ સ્વભાવગત સુરક્ષિત માનવામાં આવતી નથી. આ કારણે જ નિયંત્રક સત્તાવાળાઓએ તમામ પ્રકારની કંપનીઓને એફડી દ્વારા નાણા ઉભા કરવાની મંજુરી આપી નથી.
કંપનીઓની ડિપોઝિટ્સમાં જોખમનું પ્રમાણ સૌથી ઉંચું હોવાને પગલે તેમાં રોકાણ કરતા પહેલા અનેક બાબતો ચકાસવી પડે છે. કારણ કે રોકાણકારોના નાણા સામે કંપનીઓની સંપત્તિ મૂકવામાં આવતી નથી.
ભારતમાં જ્યારે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો હોય ત્યારે કંપનીને AAA રેટિંગ મળ્યું છે કે નહીં તે જોવું. AAA રેટિંગ ધરાવતી કંપનીઓમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે.
જ્યારે કંપની ફિક્સ ડિપોઝિટ પસંદ કરવાની હોય ત્યારે કંપનીનો કેશ ફ્લો કેટલો છે? તેની બેલેન્સશીટ કેવી છે, તેનો ડિવિડન્ડ પેમેન્ટ ટ્રેક રેકોર્ડ, તેની ખાધ વગેરે બાબતોની ચકાસણી કરવી જોઇએ.
જો કે બેંક ડિપોઝિટની સરખામણીએ કંપની ડિપોઝિટમાં વધારે વ્યાજ મળે છે. જેના કારણે અનેક લોકો કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા આકર્ષાય છે.












Click it and Unblock the Notifications
