For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહત પેકેજઃ દરેક અમેરિકનને મળશે 1 લાખ રૂપિયા, બાળકોને 50 હજાર રૂપિયા

રાહત પેકેજઃ દરેક અમેરિકનને મળશે 1 લાખ રૂપિયા, બાળકોને 50 હજાર રૂપિયા

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ ટ્રમ્પ સરકારે 2 લાખ કરોડ ડૉલરની ઐતિહાસિક પેકેજની ઘોષણા કરી છે. આ રાહત પેકેજમાં મોટાભાગના અમેરિકી નાગરિકોને ડાયરેક્ટ પેમેન્ટ અંતર્ગત રોકડ ચૂકવણી કરવામાં આવશે. આ એલાન બાદથી દુનિયાભરના બજારોનું સેંટીમેન્ટ મજબૂત થયું છે. અમેરિકી વ્હાઈટ હાઉસ અનેડ ડેમોક્રેટિક તથા રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ અભૂતપૂર્વ આપાતકાલીન કાનૂન પર સહમતિ જતાવી દીધી છે. જેનો ઉદ્દેશ્ય કોરોનાવાઈરસના વધતા સંક્રમણ વચ્ચે બિઝનેસ, વર્કર્સ અને હેલ્થ કેર સિસ્ટમને સપોર્ટ આપવાનો છે. કોરોનાવાઈરસ મહામારીનો વિસ્તાર એટલો મોટો છે કે અમેરિકી ઈતિહાસનું સૌથી મોટા આર્થિક પેકેજનું એલાન કરવામાં આવ્યું છે.

આવું છે અમેરિકાનું આર્થિક પેકેજ

આવું છે અમેરિકાનું આર્થિક પેકેજ

ટ્રમ્પ સરકારે 2 લાખ કરોડ ડૉલરના ઐતિહાસિક પેકેજનું એલાન કર્યું છે. આ રાહત પેકેજમાં મોટાભાગના અમેરિકી નાગરિકોને ડાયરેક્ટ પેમેન્ટ અંતર્ગત રોકડ ચૂકવણી કરવામાં આવશે. અમેરિકાના દરેક વયસ્ક વ્યક્તિને વન ટાઈમ 1200 ડૉલર (90 હજાર જેટલા રૂપિયા) આપવામાં આવશે અને નાના બાળકોને 500 ડૉલર (45000 જેટલા રૂપિયા). આની સાથે જ નાના વેપારીઓને 367 અબજ ડૉલર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ઘરમાં રહેવું પડી રહ્યું છે તેવા તેમના કર્મચારીઓને પગાર મળી શકે. ઉપરાંત મોટી ઈન્ડસ્ટ્રીને સસ્તી લોન આપવામાં આવે. હોસ્પિટલોને પણ જરૂરી સપોર્ટ આપવામાં આવશે.

ટ્રમ્પે વચન પૂરું કર્યું

ટ્રમ્પે વચન પૂરું કર્યું

આ પેકેજ એવા સમયે આવ્યું જ્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું હતું કે ઈસ્ટર સુધી તેઓ અમેરિકી નાગરિકો સુધી મદદ પહોંચાડી દેશે. અને તે વચન આજે જ પૂરું થઈ ગયું. જણાવી દઈએ કે 12 એપ્રિલે જ ઈસ્ટર છે.

અમેરિકામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે

અમેરિકામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે

અમેરિકામાં કોરોનાવાઈરસનો કહેર વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી ત્યાં 50,000થી વધુ લોકો કોરોનાના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત 500થી વધુ લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે. જેને પગલે અમેરિકામાં ભારે સમસ્યાઓ પેદા થઈ ગઈ ચે. ઉમ્મીદ છે કે આ રાહત પેકેજને પગલે લોકો સહિત ઈન્ડસ્ટ્રીને મદદ મળશે.

ગુજરાતઃ ખરીદી કરતા લોકો દુકાનોમાં કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલનગુજરાતઃ ખરીદી કરતા લોકો દુકાનોમાં કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન

English summary
white house declared relief package for every american
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X